Abtak Media Google News

બુધવારે સંવત્સરીની રજા હોવાના કારણે આજે કેબિનેટની બેઠક મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બુધવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક યોજાતી હોય છે. કેબિનેટમાં રાજ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. આવતીકાલે બુધવારે સંવત્સરીની રજા હોવાના કારણે આજે સવારે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રખડતા ઢોર, ભારે વરસાદ બાદ નુકશાની, બિસ્માર રાજમાર્ગો, પાકને નુકશાની, વિધાનસભાનું ચોમાસુ સત્ર, વડાપ્રધાનનો આગામી દિવસોમાં ગુજરાતની મૂલાકાત સહિતના વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત શનિવાર અને રવિવારે ગુજરાતની મૂલાકાતે હતા. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે દોઢ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. વિવિધ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય “કમલમ” મૂલાકાત લીધી હતી અને કોર કમિટી બેઠકમાં ખાસ હાજરી આપી હતી. વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય કરવા સંગઠનને વધુ મજબૂતાય સાથે કામે લાગી જવા તાકીદ કરી હતી.

વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા સૂચનોની પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લોકોને ઢોરના ત્રાસથી મુક્ત કરવા માત્ર યોજનાઓ નહીં નક્કર કામગીરી કરવા માટે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી કડક ટકોર અંગે પણ ચર્ચા થઇ હતી. ભારે વરસાદ બાદ રાજ્યમાં ભારે નુકશાની થવા પામી છે. નુકશાનીના સર્વે અંગે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર આગામી મહિને મળનાર છે. જેમાં મોંઘવારી બે રોજગારી સહિતના મુદ્ાઓ પર વિરોધપક્ષના આક્રમણને ખાળવા પણ તૈયારી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.