Abtak Media Google News

રાજકોટ શહેરમાં આવેલા જંક્શન વિસ્તારમાં  ભાજપ  અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથે ઝપાઝપી સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનામાં કેટલાક કાર્યકરોને ઇજા પણ પહોંચી હતી. બબાલની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

Advertisement

શહેરમાં આવેલા જંક્શન વિસ્તારમાં ડામર રોડના વિરોધને લઇને ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયાની વાત સામે આવતા બજારમાં તમામ દૂકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં બેંધની સ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.