Abtak Media Google News

રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટેની ટકોર બાદ તમામ શહેરોમાં નગર નિગમ આ બાબતે ગંભીર બનીને ઢોર પકડવાની કામગીરી શરુ કરી છે. ત્યારે હવે રાજકોટ ગ્રામ્યમાં પણ ઢોર પકડવાની કામગીરી શરુ કરાશે. રાજકોટના જાહેર માર્ગ કે ફૂટપાથ પર ઘાસચારો નાંખશો તો સખ્ત કાર્યવાહી થશે તેવું જાહેરનામું પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હવે ૫ સપ્ટેમ્બરથી ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરવામાં આવશે તેવો નિર્ણય રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ના પ્રકરણ – ૮ મુજબ કલમ – ૧૮૧ થી કલમ – ૧૯૦ હેઠળની વિવિધ કામગીરી કરવા માટે આથી સુચના આપવામાં આવે છે અધિનિયમ – ૧૯૯૩ની જોગવાઇઓ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી દંડની રકમ નક્કી કરવાની રહેશે.

ગુજરાત પંચાયત અધિનિયમ નિયમ હેઠળની કાર્યવાહી કરવા માટે ૨ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા અથવા બેઠક બોલાવી આ અંગે તેઓને સમજુતી કરવામાં આવશે. તદઉપરાંત તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના પશુપાલન સાથે સંકળાયેલ સમાજના પ્રતિનિધિઓ પાંજરાપોળના ટ્રષ્ટીઓ વિગેરે આગેવાનો સાથે બેઠક કરી આ અંગે તેઓને સમજુતી આપવાની રહેશે.

જીલ્લા વિકાસ અધિકારીએ આપ્યા આદેશ 

૫ સપ્ટેમ્બર સોમવારથી રસ્તા પર રખડતા ઢોર પકડવાની તથા તેના પર નિયમોનુસારની કાર્યવાહી કરવી તથા કરેલ કાર્યવાહીની વિગતો સામેલ પત્રક મુજબ દૈનિક ધોરણે મોકલવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની ૫ કિલોમીટરની હદના ગામડાઓ નગરપાલિકાની ૫ કિલોમીટરની હદના ગામડાઓ, તાલુકા મથકો તેમજ ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ નેશનલ સ્ટેટ હાઇવે પરના ગામડાઓમાં આ જોગવાઇઓ પ્રમાણેની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવાની રહેશે. આમ કરવામાં ચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.