Abtak Media Google News

જૈન-જૈનેતર પરસ્પર ક્ષમાપના પાઠવી: આજે તપસ્વીઓના થયા પારણા

પર્વાધિરાજ પર્યુષણ પર્વની જૈન સમુદાયમાં દરરોજ તપ,  ધ્યાન,  આરાધના, પ્રતિક્રમણ પોષધ, અઠ્ઠઈ સહિત શ્રધ્ધા ભકિત તથા ભાવનાથી કરવામાં આવે છે. તેમજ પર્વાધિરાજના પધરામણા તેમજ સતત  આઠ દિવસ  સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન, પ્રવચન  માટે ભાવિકોએ લાભ લીધો હતો.

Dsc 0471

ગઈકાલે  સવંત્સરી પ્રતિક્રમણ કરી એક બીજાને   મીચ્છામી દુકકડમ  કર્યા હતા. ભગવાન મહાવીર  સ્વામી જન્મકલ્યાણ મહોત્સવ  નિમિતે  14 સ્વપ્નની ઉછામણી  કરવામાં આવેલ હતી. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના  ક્ષમાપના  ઉત્સવના અંતિમદિવસે સમગ્ર ભારતના ખૂણે ખૂણે ક્ષમાપના કરીને હૈયાને  હળવું  બનાવ્યું હતુ.

 

 

Dsc 0321

પોતાની ભૂલ હોય તો સહજતાથી ઝુકતા આવડી જાય  પરંતુ સામેવાળાની ભૂલ હોવા છતા   જે સ્વયંમ ઝુકી જાય છે એના પર્યુષણ સાર્થક  બની જતા હોય છે. જૈનો આખા વર્ષ દરમ્યાન  પોતાનાથી  થયેલી  જાણતા અજાણતા થયેલા કોઈને મનદુ:ખની માફી માગે છે.પર્યુષણ પર્વએ ઉપાશ્રયો વિશાળ સંખ્યામાં તપસ્વીઓ તો જૈન સમાજના લોકો  તપ-સાધનામાં જોડાયા હતા.  આઠ દિવસ મોન રહી માત્ર  ગરમ પાણી સહિત અનુષ્ઠાનો  કરી રહ્યા હતા.

Dsc 0449

 

 

જીવનમાં ઉંડા ઉતરી ગયેલા વેરના મુળીયા ને બાળીને મૈત્રીના બીજનું વાવેતર  એટલે  પર્યુષણ. પર્વાધિરાજ  પર્યુષણનો છેલ્લો દિવસ મહાપર્વ સંવત્સરી તરીકે ઉજવાય છે. તે દિવસે ક્ષમાપના કરવાની હોય છે.  ક્ષમાપના એ તો પર્વાધિરાજની સઘળી આરાધનાનો પ્રાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.