Abtak Media Google News

ટ્રાફિક પ્રશ્નનો ઉકેલવા સુચના આપી

અબતક,જય વિરાણી, કેશોદ

કેશોદ શહેરમાં વધતી ટ્રાફિક જામ ની સમસ્યાઓ અને વાહનચોરીના બનાવો અટકાવવા કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા પોલીસ સ્ટાફ સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરનાં મુખ્ય માર્ગો પર આડેધડ કરવામાં આવતાં વાહન પાર્ક કરવામાં આવતાં સર્જાતી ટ્રાફિક જામ ની સમસ્યાઓ નો અંત લાવવા વાહનચાલકો ને સુચના આપી હતી. કેશોદ શહેરમાં વાહનચોરીના બનાવો અટકાવવા ડ્રાઈવ કરી વાહનચાલકો પોતાના વાહનોમાં ચાવી રાખી ખરીદી કરવા કે ખાણીપીણીની લારીઓ પર જતાં હોય છે ત્યારે ગઠીયાઓ મોટર સાયકલ ઉઠાવી જતાં હોય છે ત્યારે વાહનચાલકો ને જાગૃત બનાવવા મોટરસાયકલ ની ચાવીઓ લઈ લેવામાં આવી હતી અને સાવચેતી રાખી ગુનાખોરી અટકાવવા સહકાર આપવા સુચના આપી હતી.

આપણી પૌરાણિક કહેવત મુજબ એક હાથે તાળી પડે નહીં એ મુજબ કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક જામ ની સમસ્યાઓ હળવી કરવા પ્રયત્નશીલ છે ત્યારે કેશોદ નગરપાલિકા નાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મુખ્ય માર્ગો પર આવેલા બહુમાળી બિલ્ડિંગ નાં પાર્કિંગ માટે છોડવામાં આવેલ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો બનાવી દેવામાં આવી છે કે ઉપયોગ કરવામાં આવતો નથી અમુક બહુમાળી બિલ્ડિંગ માં પાર્કિંગ ની વ્યવસ્થા રાખવામાં આવેલ જ નથી આવાં બહુમાળી બિલ્ડિંગ નાં પાર્કિંગ ખુલ્લા કરાવવામાં આવે તો આપોઆપ સમસ્યાઓ હળવી બની જાય એમ છે. કેશોદના સ્ટેશન રોડ અને માંગરોળ રોડ પર આવેલી સરકારી કચેરીઓ અને અર્ધસરકારી કચેરીઓમાં ખાનગી હોસ્પિટલમાં શોપીંગ સેન્ટરમાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.