Abtak Media Google News

ગાયત્રીનગર મેઈન રોડથી પોલીસ  કમિશનર કચેરી સુધી રેલી બાદ કડિયા કારીગરોને સલામતી આપવાની માંગ સાથે સીપીને આવેદન અપાશે

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસના કડીયા કામમાં રોકાયેલાકડીયા કારીગર ભાઈઓ તેમજ કે જેઓ કડિયા કામે જવા માટે થઇ પ્લાસ્ટર , ચણતર , લાદીકામ , સેન્ટ્રીંગકામ વગેરે  કોઠારીયા રોડ પર શ્રી ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરની બાજુમાં આવેલ વોર્ડ નં . 14 ની સોલીડ વેસ્ટ ઓફીસની દીવાલે માસ્તર સોસાયટી તરફ જતા રોડની સાઇડ ઉપર સાંજના આઇવે 18:30 કલાકથી 20.30 કલાક સુધી કડીયાકામની વર્ધીં લેવા માટે થય અને એકત્રીત થતા હોય છે . આ સ્થળ કડીયા કામની મજૂરી મેળવવા માંગતા દરેક વર્ગના લોકો તથા જે કોન્ટ્રાકટરો જર્મીન માલિકો , બિલ્ડર્સને કડીયા કામ કરનારા કડીયા મીસ્ત્રી તથા મજુરોની જરૂરીયાત હોય તેઓનો અરસપરસ સંપર્ક કરી કામ મેળવામાં મટે આવે છે.

આ સ્થળપર  ત્રીસેક વર્ષથી કડીયા કારીગરો મજુરો તમેજ કોન્ટ્રાકટર્સ વગેરે એકત્રીત થાય છે . કોઇપણ જાતની અડચણ ન થાય તે રીતે ઉભા રહે છે . છેલ્લા થોડા સમયથી સોસાયટી વિસ્તાર તેમજ આસપાસના અમુક લોકો દ્વારા એકત્રીત થતા કડીયા મીસ્ત્રી તથા મજુરોને યેનકેન પ્રકારે અવરોધ કરી આ સ્થળે કામ મેળવવા અર્થે એકત્રીત નહીં થવા દેવા માટે અડચણ કરવામાં આવે છે.

આ સ્થળે એકત્રિત થતા કડીયા અને મજુરોને કોઇના પણ તરફથી અવરોધ ઉભો કરવામાં ન આવે તે માટે જે તે પોલીસ સ્ટેશન દ્વારા રક્ષણ પુરુ પાડવામાં આવે તે માટે તા.12 ને સોમવારના રોજ  પોલીસ કમિશ્નરને રેલી   સ્વરૂપે આવેદન પત્ર આપી રજુઆત કરાશે

આગામી સોમવારના રોજ સવારના 9:30 કલાકે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય શ્રી જીવરાજ હોસ્પીટલ , ગાયત્રી નગર મેઈન રોડ રાજકોટ ખાતેથી રેલી સ્વરૂપે આવેદન પત્ર દેવાનુ હોય સર્વે લોકોને હાજર રહેવા માટેની અપીલ કરવામાં આવે છે

સોમવારે કોન્ટ્રાકટરો  સાઇટ ઉપરનુ કામ બંધ રાખી અને કડિયા કરીગર ભાઇઓને યોગ્ય ન્યાય મળે તે માટેનો પ્રયત્ન કરવા આહવાન  શ્રી ગુર્જર  ક્ષત્રીય  કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.