સાંજ સુધીમાં આન્સર કી કોર્પોરેશનની વેબસાઇટ પર મુકાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ -ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-1/2 તથા વર્ગ- 3 ના ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસમાં જોડાવા ઈચ્છતા વિધાર્થીઓ માટે ગઈકાલ એમ.જે.કુંડલીયા કોલેજ, ચૌધરી હાઇસ્કુલ કેમ્પસ ખાતે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ 2800 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી કુલ 1113 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વર્ગ 1/2 ની ટેસ્ટ 200 માર્કની હતી, જેની સમય મર્યાદા ત્રણ કલાકની હતી જ્યારે વર્ગ-3 માટેની અલગ ટેસ્ટ 100 માર્કની હતી, જેની સમય મર્યાદા એક કલાકની રાખવામાં આવી હતી.
આ પરીક્ષા માટેની આન્સર કી આજે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવશે અને આ પરીક્ષાનું મેરીટ લીસ્ટ આગામી તા. 15-9નાં રોજ જાહેર કરવામાં આવશે