Abtak Media Google News

દેશમાં અનેકાનેક કલ્યાણકારી યોજનાઓએ વિશ્ર્વફલક ઉપર પણ સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું  છે

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના સપુત અને દેશના લોકલાડીલા  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આજે 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરનાર નરેન્દ્રભાઈ મોદીના આજે 7ર માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી પાસેથી પ્રેરણા લેવા જેવી અનેક બાબતો જેમ કે  તેમની રાષ્ટ્રનિષ્ઠા, દેશવાસીઓ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સતર્કતા, વિચારધારા પ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચારીઓને અક્ષામ્ય શિક્ષા જેવા ગુણોથી સમાજને પ્રેરણા મળે છે.ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે  ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ ધ્વારા અમલમાં મુકયો હતો.

રાજયના સંકલિત વિકાસ માટે પાંચ પાંખીયાવાળી વ્યૂહરચના ’સુજલામ-સુફલામ’, જળ સંરક્ષાણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલા માં ગુજરાતમાં જળ સંસાધનો ની એક ગ્રીડ રચવાની યોજના ને વિશ્વભરમાં થી પ્રશંશા મળી હતી. ત્યારે   નરેન્દ્રભાઈ મોદી  રાજયના વિકાસની કંડારેલી કેડીને રાજયના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ   સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકાર નિરંતર વિસ્તારી રહી છે.ત્યારે ર014 અને ત્યારબાદ 2019ની  સતત બીજી વખત  પ્રચંડ જનસમર્થન મેળવી દેશનું નેતૃત્વ સંભાળનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ મંત્ર સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેના કારણે વિકાસલક્ષી અભિગમ અને  ભ્રષ્ટાચારમુકત શાસન તરફ દેશ આગળ વધ્યો છે.

પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓના લાભ અંત્યોદયનો ઉદેશ પાર પાડે કે છેવાડાના માનવી સુધી પહોચે એ માટે ઝડપથી વ્યાપકપણે કામ કરી રહયા છે. આ ઉપરાંત   વિશ્વનો પ્રથમ નેનો પ્લાન્ટની, ગુજરાતમાં વિશ્વના પ્રથમ નેનો પ્લાન્ટની સ્થાપના,દેશના ખેડુતો પાસેથી  ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરીને ખેડૂતોને તેમની ખેતપેદાશના યોગ્ય ભાવ અપાવ્યા, તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને ખેડુતોના ખર્ચમાં બચત અને આવકમાં વધારો કરીને આરોગ્યવર્ધક ખેત ઉત્પાદન સુલભ કરાવ્યું.    ત્યારે ’માં ભારતી’ ને પરમ વૈભવના શિખર પર બેસાડવા માટે કૃતિનિશ્ચયી અને સમગ્ર વિશ્વમાં ભારત માતાનું ગૌરવ વધારનાર   એવા આપણા નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસ નિમિતે  ભૂપતભાઈ બોદરએ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.