Abtak Media Google News

સ્પોર્ટ્સ કાર્નિવલ અંતર્ગત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જામશે જંગ

સ્પોર્ટ્સ કાર્નિવલ અંતર્ગત કાલે સાંજે 6:00 કલાકથી રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કમિશનર ઇલેવન અને મેયર ઇલેવન વચ્ચે 10-10 ઓવરનો ક્રિકેટ મેચ રમાશે. જેમાં શહેરીજનોને ઉ5સ્થિત રહેવા મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે.

આગામી 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનારી નેશનલ ગેઇમ્સના અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા હાલ સ્પોર્ટ્સ કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે સાંજે 6:00 કલાકથી રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન વચ્ચે 10-10 ઓવરની મેચ રમાશે. મેયર ઇલેવનના સુકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ રહેશે. ટીમમાં પરેશ પીપળીયા, કેતન પટેલ, અશ્ર્વિન પાંભર, મનિષ રાડીયા, કાળુભાઇ કુંગશિયા, પરેશ પીપળીયા (પી.પી.), બાબુભાઇ ઉધરેજા, દેવાંગભાઇ માંકડ, દિલીપભાઇ લુણાગરીયા, જયમીનભાઇ ઠાકર, નિલેશ જલુ, હાર્દિક ગોહેલ અને નરેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કમિશનર ઇલેવનના સુકાની તરીકે મ્યુનિ.કમિશનર અમિત અરોરા રહેશે.

આ ઉપરાંત ટીમમાં ડીએમસી આશિષ કુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, હિમાંશુ દવે, જે.ડી. કુકડીયા, એસ.જે. ધડુક, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, અમિત ડાભી, જીતેન્દ્રસિંહ ઝાલા, નિરજ વ્યાસ, રાજેષ ભાલોડીયા, ગૌરવ દવે, એમ.જે.ટાંક અને એસ.જે. સિતાપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ મેચ જોવા ઉમટી પડવા શહેરીજનોને અપિલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.