Abtak Media Google News
  • હવે રવિવારે  પણ 9 થી 1 ઓપીડીની સારવાર  ઉપલબ્ધ બનાવાઈ
  • દર્દીઓ અને તેમના દેખભાળ કરતા સગા સંબંધીઓને બપોરે અને સાંજે ભરપેટ ભોજન કરાશે

રાજયની સિવિલ હોસ્પિટલમાં હવે સાંજે 6 થી 8 પણ હવે ઓપીડીની  સારવાર    દર્દીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ  કરવામાં આવી છે.ઉપરાંત   રવિવારે પણ હવે દર્દીઓને 9 થી 1 ઓપીડી  સુવિધાઓ  મળી રહેશે.  જયારે દર્દીઓને  તેમના સગા સંબંધીઓ માટે  બપોરે અને  સાંજ માટે ભોજનની વ્યવસ્થા  પણ ઉભી કરવાનું સરકાર દ્વારા તમામ સરકારી  હોસ્પિટલને સુચના આપવામા આવી છે.

અરોગ્યક્ષેત્રે વિભાગ દ્વારા ઘણી  બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોતર વધારા સાથે   આરોગ્યલક્ષી  વિવિધ કાર્યક્રમોનુ આયોજન થઈ રહ્યું છે. રાજય સરકાર દ્વારા  રાજયની આરોગ્ય સેવાઓને ગુણવતાયુકત બનાવવા માટે  સઘન પ્રયત્નો  કરવામાં આવી રહ્યા છે.

જેને ધ્યાને લઈ જનસેવાના ધ્યેય સાથે  રાજય સરકાર દ્વારા આરોગ્ય  સેવાઓને સુદ્દઢ  કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય જન, શ્રમજીવી   પરિવારો વગેરેને આરોગ્યલક્ષી  સેવાઓ નિષ્ણાંત તજજ્ઞો  દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે  તે હેતુસર સાંજની ઓપીડીનો સમયગાળો વધારવા  અને તેને આનુસંગિક સેવાઓ જેવી કે  લેબોરેટરી એકસરે તપાસ ફાર્મસી, ફીઝીયોથેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહેતે માટે રાજયની આરોગ્ય સંસ્થાઓ જેવી કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓપીડીનો સમયગાળો રવિવાર સહિત સોમથી શની સાંજના સમયમાં બપોરે કરવામાં આવ્યો છે.

રાજયની સરકારી હોસ્પિટલો ખાતે તબીબી  સારવારની  સુવિધાનો લાભ રાજયનાં નાગરીકોને  આપવામાં આવે છે પરંતુજે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની  સારવારની જરૂર હોય છે તેવા   કિસ્સાઓમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં મોટા શહેરોમાં   સામાજીક   સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે  આવેલ સગાને  પૌષ્ટિક અને આરોગ્યલક્ષી  તાજા ખોરાકની  અસુવિધા અને નાણાંકીય   અગવડતાનો સામનોકરવો પડે છે.

જેથી દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટંક પોષ્ટિક   ભોજન મળી રહે તેવી સેવાકીય   વ્યવસ્થા ઉભી કરવા આવવાની છે.

જે હોસ્પિટલોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દી અને દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા  કરવામાં આવી રહી  છે તેવી  સંસ્થાઓ હોસ્પિટલ દ્વારા ફરજીયાતપણે એમઓયુ કરી જમવા માટે નિશ્ર્ચિત જગ્યા ખાતે યોગ્ય આયોજન બેઠક વ્યવસ્થા તેમજ લાઈટ પંખા તેમજ સ્વચ્છતાની જાળવણરી કરવા માટે એમઓયુનો ડ્રાફટ લિગલ ઓફીસર દ્વારા તૈયાર  કરવામાં આવ્યો અને  જે હોસ્પિટલોમાં  આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન   વ્યવસ્થાનું આયોજન હાલમાં  કરવામાં આવતું નથી. ત્યાં હોસ્પિટલ દ્વારા   સરકારી ખર્ચે આયોજન કરવાામં આવશે. તેમજ  ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને  સરકારી સંસ્થાઓ ખાતેના રસોઈ ઘરની સમયાંતરે મુલાકાત  લેવામાં આવશે.

ઓપીડીનો નવો  સમય

* સોમવારથી શનિવાર 9 થી 1 સવારે 4 થી 8 સાંજે

* રવિવારે 9 થી 1 સવારે

* રજા દરમ્યાન તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રખાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.