Abtak Media Google News

એશિયાટીક સિંહોને બચાવવા વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટની કાનૂની લડત દરમિયાન ચિત્તાને કુનોના જંગલમાં લાવવાનું સુપ્રિમ કોર્ટે ગ્રાહ્મ રાખ્યું’તું

એડવોકેટ તુષાર ગોકાણીએ ચલાવેલી ચળવળને કારણે ગિરના સિંહોનું સ્થળાંતર અટકયું અને ભારતને નવા ચિત્તાની ભેટ મળી

અબતક, રાજકોટ

સમગ્ર દેશ નામિબિયાથી ભારતના કુનો જંગલમાં લાવવામાં આવેલ ચિત્તાઓને આવકારી રહ્યું છે ત્યારે આ ચિત્તાઓને લઈ આવવા માટેનો કાનૂની માર્ગ મોકળો કરવાનો શ્રેય રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણીને જાય છે.

વર્ષ 2009માં કેન્દ્ર સરકારે ચિત્તાને ભારતમાં પુન:પ્રસ્થાપીત કરવાની કાર્યવાહી શરુ કરી હતી, પરંતુ વર્ષ 2013માં સુપ્રિમ કોર્ટ દ્વારા કુનો જંગલમાં ગીરના સિંહોને સ્થળાંતરીત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ બાદ સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણીએ રીટ પીટીશન દાખલ કરતા સુપ્રિમ કોર્ટની 3  જજોની ખંડપીઠ દ્દારા સિંહોને સ્થળાંતરીત કરવા સામે નોટીસ કાઢવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન સિંહોને બદલે ચિત્તાને સ્થળાંતરીત કરવા જોઈએ તેવી રજૂઆતો થતા કેન્દ્ર સરકાર દ્વારા મુદ્દાની નોંધ લીધી. વર્ષોની મહેનત બાદ આજે ચિત્તાનું 70 વર્ષ બાદ ભારતના જંગલમાં પુન:પ્રસ્થાપન થયું છે.

સમગ્ર ઘટના મુજબ સર્વોચ્ચ અદાલતના 2013ના હુકમ બાદ ગુજરાતમાં વિવિધ સંસ્થાઓ અને સમાજ ઉપરોકત હુકમ સામે નારાજગી વ્યકત કરી હતી. રાજકોટ સ્થિત વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટે આ સંદર્ભે ગ્રાઉન્ડ લેવલ તથ્યો સાથે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિત યાચીકાની રીટ પીટીશન દાખલ કરી હતી. અદાલતે પહેલા સિંહની પ્રજાતી દુલર્ભ થવાના આરે હોવાથી, ગીરમાં રહેલા ધાર્મિક સ્થળોએ લોકોની અવરજવરથી સિંહને ખલેલ પહોંચે છે,  જયારે કુનોના જંગલમાં ભુતકાળમાં સિંહ વસતા હોવાથી તે વિસ્તાર સિંહો માટે અનુકૂળ રહેશે તેમજ પાણીનું પ્રમાણ, ખોરાક, તાપમાન અને પર્યાવરણની બાબતે કુનોમાં મહદઅંશે ગીર જેવી પરિસ્થિતિ છે  તેઓને બીજુ ઘર મળી રહેશે તેવા કારણોસર નેશનલ વાઈલ્ડ લાઈફ એકશન પ્લાનના સુચનોના આધારે ગીરમાંથી સિંહોને મધ્યપ્રદેશના કુનો જંગલ ખાતે ખસેડવાનો આદેશ કરલો હતો

સર્વોચ્ચ અદાલતે સિંહોને ગુજરાત બહાર ખસેડવાનો આદેશ કરતા ગુજરાતનાં સાવજપ્રેમીઓમાં આઘાતની લાગણીને વાચા આપવા રાજકોટના વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટે ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત સર્વોચ્ચ અદાલતમાં કાનુની મુદાઓ પર રીટ પીટીશન દાખલ કરી હતી.

રીટ અરજીમાં રજુઆત કરાઈ છે કે  કોઈપણ જંગલી પ્રાણીને જંગલમાંથી ખસેડવા કે સ્થળાંતરીત કરતા પહેલા ચીફ વાઈલ્ડ લાઈડ વોર્ડનની મંજુરી જરૂરી છે અને નેશનલ વાઈલ્ડ લાઈફ એકશન પ્લાનની ભલામણો વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ  મુજબ લેવાની થતી મંજુરીથી ઉપરવટ ન હોઈ શકે. તેમજ અદાલતે જે કમીટીના સભ્યોનાં રીપોર્ટના આધારે સિંહોને મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવા હુકમ કરેલ છે તે પૈકી કોઈને પણ ગ્રાઉન્ડ લેવલ એકસપીરીયન્સ નથી.

વધુમાં એકલો કાનુની તર્ક રજુ કરાયો છે કે, સર્વોચ્ચ અદાલતે 15-4-2013ના ચૂકાદામાં  કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તેના રીપોર્ટ પર ખુબ જ ભાર મુકેલ છે પરંતુ તે રીપોર્ટ વર્ષ 2000ની સાલનો છે જેમાં સિંહોને ’અતિ જોખમી’ પ્રાણીના વિભાગમાં દર્શાવેલ હતા. પરંતુ અદાલતનું ધ્યાન 2012 ના આ જ સંસ્થાના રીપોર્ટ પરત્વે દોરવામાં આવ્યું ન હતું કે જેમાં સિંહોની કેટેગરીને ’અતિ જોગખી’ માંથી ’જોખમી’ના વિભાગમાં ખસેડવામાં આવી છે, તે ઉપરાંત સંસ્થાએ પોતાના રીપોર્ટમાં સૂચિત કરેલ છે કે હાલ સિંહો માત્ર ગુજરાત રાજયમાં જ વસે છે અને તેમના માટે અહી પરીવાર અને ઘર જેવું વાતાવરણ છે

જેથી તેઓને અલગ કરવા જોઈએ નહી. જેથી વર્ષ 2000નો નહી પરંતુ 2012નો રીપોર્ટ જ ધ્યાને લેવાવો જોઈએ તેવી વિનંતી કરાયેલ હતી.

તેમજ સિંહ અને વાઘ બન્ને એગ્રેસીવ હોય, એકસાથે રહી શકે નહી તેથી કુનો જંગલનો ટાઈગર કોરીડોર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવુ નેશનલ ટાઈગર ઓથોરીટીએ સૂચવ્યું હતું. ત્યારે ગુજરાતના સિંહોને કુનો ખસેડવાને બદલે સરકારે કુનો જંગલનો ટાઈગર કોરીડોર તરીકે ઉપયોગ કરવો અથવા ચિત્તા જેવી અન્ય પ્રજાતી કે જે અગાઉ ભારતમાં વસવાટ કરતી હતી તેણે ફરી સ્થાપીત કરવી જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી.

એડવોકેટ તુષારએ કરેલ રીટ અરજીમાં ગઝઈઅ નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરીટી અને કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાને કુનો જંગલમાં ફરી સ્થાપીત કરવાની રજૂઆત કરાતા તેને સર્વોચ્ચ અદાલતે 2020 ની સાલમાં લીલી ઝંડી આપેલી હતી. હવે ગીરના સિંહોને કુનો જંગલમાં લઈ જવા સામેની કાનૂની લડતને પણ નવી ઉર્જા મળેલ છે કારણ કે ત્રણ એગ્રેસીવ જનાવરો સાથે ન રહી શકે તેવા સર્વોચ્ચ અદાલત સમક્ષના કાનૂની મુદ્દાને વિશેષ બળ મળી રહે છે ત્યારે હવે ગીરના સિંહોને સ્થળાંતરીત કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ગોકાણીના નવા કાનૂની દાવ તરફ સૌની મીટ મંડાયેલી છે.

આ સમગ્ર કાનૂની જંગની શરૂઆત ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી તથા રીપન ગોકાણીએ કરેલ જેમાં એડવોકેટ કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉત્તેર કરેશી, જસપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા સહીતની ટીમની મહેનત રંગ લાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.