Abtak Media Google News
  • મોદીનાં જન્મદિન નિમિતે ધારાશાસ્ત્રીઓ, સંશોધકો, બંધારણવિદો અને પ્રબુધ્ધ નાગરીકો દ્વારા ખઘઉઈંનો નવી જ ભાત પાડતો કાર્યક્રમ
  • મોદીજીની 10 ખાસીયત, 10 પ્રજાલક્ષી યોજના, પ્રિય દસ યોગાસનો, 10 સેલીબ્રીટઝ, 10 ગુણો સહિતની બાબતો સાથે રસપ્રદ છણાવટ

લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કાયદાભવન, માનવ અધિકાર ભવન, અધિવક્તા પરિષદ ગુજરાતનાં ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી. આદર્શો, અને સવિશેષ રીતે યુવાપેઢી માટે ઉપયોગી એવું તેમનું મૌલીક ચિંતન જેવા આયામોને આવરી લઈ અને ખુબ જ વિશિષ્ટ એવો “મેન ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન” (ખઘઉઈં) શિર્ષક અંતર્ગત કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

સરકારી લો કોલેજ, એચ. એન. શુકલ લો કોલેજ, ઈન્ડીયન લાયન્સ કલબ, પાંધી લો કોલેજ, હરીવંદના કોલેજ, ગ્રેસ કોલેજ, અધિવકતા પરિષદ ગુજરાત સહિત 21 સંસ્થાઓનાં પ્રતિનિધિઓ તેમજ શહેરના ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

પ્રો. કમલેશ જોશીપુરા ઉપરાંત અધિવકતા પરિષદમાં પ્રદેશ મંત્રી જયેશ જાની, ડો.આનંદ ચૌહાણ, ધારાશાસ્ત્રી પ્રશાંતકુમારજી, ઈન્ડીયન લાયન્સનાં કૌશીકભાઈ ટાંક, સિડીકેટ સભ્ય મહેશ ચૌહાણ, ભાજપ બૌધિક સેલના શૈલેષ જાની, સમાજકાર્યનાં ભવન અધ્યક્ષ રમેશ વાઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત ગખખકનાં સભ્ય પ્રો. કમલેશ જોશીપુરાએ કેન્દ્રીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશ અને વૈશ્વિક સ્તરે અપાર લોકચાહનાં વચ્ચે નૈતિક મુલ્યોની રક્ષા માટેનો આગ્રહ, પ્રજાલક્ષી સંવેદનશીલતા અને અનુશાષન બધ્ધ જીવનશૈલી જેવા ગુણો રાજનૈતિક ક્ષેત્રે પ્રવેશ કરતા યુવા કાર્યકર્તાઓ અને છાત્રશકિત માટે પ્રેરણારૂપ છે. પરિશ્રમની પારાકાષ્ટા અને ધ્યેય પ્રાપ્તિનાં મક્કમ નિર્ધારથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત થઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નરેન્દ્ર મોદી છે.

નરેન્દ્ર મોદીજીની બંધારણીય પ્રતિબધ્ધતા સંદર્ભે “ભારતીય બંધારણીય અને સુશાષન” ઉપર પરિસંવાદ પણ આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીનાં જીવનનાં વિવિધ પાસાંઓમાં દ્રષ્ટિગોચર થતી બંધારણીય પ્રતિબધ્ધતા ઉપરાંત રામ મંદિર સહિતના મુદાઓમાં તેમની કાયદાની પ્રક્રિયામાં પૂર્ણ શ્રધ્ધા સહિતનાં આયામોનું કાનુની વિશ્લેષણ કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ અધિકાર ભવનના ડો. રાજેન્દ્ર દવે, કાયદા ભવનના ચૌહાણ તેમજ લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના પ્રશાંત જોષીએ કરેલ. આ પ્રસંગે વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતકુમાર જોશી, ગ્રેસ લો કોલેજના ચિરાગભાઈ ચૌહાણ, એચ.એન. શુકલ કોલેજના નમ્રતાબેન ભદોરીયા, પાંધી લો કોલેજના  પુર્વીબેન સોનેજી, ગીતાંજલી લો કોલેજના ગૌતમ દવે, સરકારી લો કોલેજના જૈમિનભાઈ જોશી તેમજ હરિવંદના કોલેજના પલ્લવીબેન અતુલ્યા તેમજ ધારાશાસ્ત્રી પરિષદના વિરેન્દ્રભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહેલ. આ કાર્યક્રમનું સંચાલન ડો.ધરાબેન ઠાકરે કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.