Abtak Media Google News

યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ શહેરો અને ગામડાઓના વિકાસને આવરી લેતું ભાજપનું સંકલ્પ પત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં સતત સાતમી વખત સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થવાના બુલંદ ઇરાદા સાથે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના અવિરત અને અડિખમ વિકાસનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાતની જનતા નવી સરકાર પાસે શું અપેક્ષા રાખી રહી છે તે જાણ્યા બાદ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગત પાંચ નવેમ્બરથી 25 નવેમ્બર સુધી અગ્રેસર ગુજરાત કેમ્પઇન ચલાવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં જનતાના સુચનો મેળવવામાં આવ્યા હતા. આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિકાસને અવિરત પણે ચાલુ રાખી આસમાને પહોંચાડવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. હરિફ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને મફ્તમાં આપવાના વચનોની લ્હાણી કરવામાં આવી છે ત્યારે ભાજપે ગુજરાતના વિકાસને ચૂંટણી ઢંઢેરામાં કેન્દ્ર સ્થાને રાખ્યો છે. ભાજપના સંકલ્પ પત્રમાં ધોલેરા ગિફ્ટ સિટી, આઇટી હબમાં વધુ રોકાણ લાવી યુવાનોને વધુમાં વધુ રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવાનો માટે રાજ્યમાં વધુ અભ્યાસ તથા ધંધા-રોજગાર માટે વધુ સાનૂકૂળ વાતાવરણ ઉભુ કરવામાં આવશે. તેવી પણ ઘોષણા કરવામાં આવી છે. ર્માં અમૃતમ કાર્ડ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવશે. પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ સરકારી નોકરીનું સર્જન કરવામાં આવશે. શહેરમાં વસતા લોકોને પીવાનું વધુ શુધ્ધ અને માત્રામાં વધુ પાણી આપવામાં આવશે તેવો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં સ્માર્ટ સિટી અને સ્માર્ટ વિલેજને અપાતા ફંડમાં વધારો કરાશે. શહેરોમાં નવી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલો શરૂ કરાશે. પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતોને વધુ સહાય આપવામાં આવશે અને તેઓનો માલ ઝડપથી વેંચાય જાય અને પૂરતા ભાવ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. માછીમારને વધુ સુવિધા અને સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પીપીપી મોડેલ દ્વારા સુધારો કરાશે તેવી ઘોષણા આજે ભાજપ દ્વારા ચૂંટણીના સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે.­

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.