Abtak Media Google News

ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કેજરીવાલ: કાલથી “આપ” પરિવર્તન યાત્રાનો આરંભ

“આપ” ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પગ જમાવવા છાશવારે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન આજે ફરી એકવાર કેજરીવાલ ગુજરાતની મૂલાકાતે છે. તેઓએ આજે વડોદરા શહેરની મૂલાકાત લીધી હતી. આજે જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી. દરમિયાન આવતીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અમદાવાદની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ સાબરમતી આશ્રમે પૂ.બાપુના ચરણોમાં શીશ ઝૂકાવી રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકતી યાત્રાનો ઉત્તર ગુજરાતથી આરંભ કરાવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરામાં છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ પરમદિવસે અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.