Abtak Media Google News

ઓશોની સન્યાસ દિક્ષા લેનાર સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીનું મળશે માર્ગદર્શન

અબતક, રાજકોટ

પડધરીના સરપદડ ગામે મણીલાલ કપુરીયાની વાડી, વન વિહાર ખાતે 25/9 રવિવારે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનું સંચાલન ઓશો રંજનીશના હાથે સન્યાસ દિક્ષા લઇ ધર્મસેવામાં રત એવા સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી દ્વારા કરવામાં આવશે.

મણીભાઇની વાડીએ જવા માટે માધાપર સર્કલથી જામનગર રોડ તરફ 8 કિ.મી. દૂર ન્યારા ગામનું પાટીયુ આવે છે ત્યાંથી 4 કિ.મી. દૂર ન્યારા પછી ખંભાળા આવે છે. ખંભાળા ગામથી જમણી બાજુએ સરપદડ તરફ જવાનો સિંગલ પટી રસ્તો આવે છે. આ સિંગલ પટી રસ્તા પર આશરે 6 કિ.મી. દુર મણીભાઇની વાડી આવેલ છે.

આ શિબિર સવારે 9:00 વાગ્યે શરૂ કરીને સાંજે 6:00 વાગ્યે પુર્ણ થશે. આ શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન તેમજ સાધકોના પ્રશ્ર્નોના જવાબ આપવામાં આવશે. સાંજે સન્યાસ ઉત્સવ રાખેલ છે. જેને સન્યાસ લેવો હોય તેને માળા અને સર્ટીફીકેટ વિના મૂલ્યે આપવામાં આવશે.

વધુ વિગત માટે મણીલાલ કપુરીયા મો.નં.9998427831 તથા જીતુભાઇ ચૌહાણ મો.નં.9909399094 અથવા ધર્મેશભાઇ જોષી (કાનાભાઇ) મો.નં.9429484284નો સંપર્ક કરવા જસવંતી આહયા દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.