Abtak Media Google News

પોલીસ સામે કાર્યવાહી છતાં પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર: ધારાસભ્ય ધરણા કરશે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના દેવચરાડી ગામે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે યુવકની ત્રિક્ષ્ણ હથિયાર ના  ઘા જીકી અને હત્યા કરી નાખવામાં આવી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે દેવ ચરાડી ગામે રાત્રિ દરમિયાન જગદીશભાઈ પરમાર નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જીવલેણ હુમલા દરમિયાન જગદીશભાઈ પરમારને હથિયાર ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જેને લઇને ચાકચાર માચી જવા પામ્યો છે પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે ગત રાત્રી દરમિયાન ધાંગધ્રા ના દેવચરાડી ગામે સામાન્ય બોલાચાલી બાદ હત્યા યુવકની કરવામાં આવી છે જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ દેવચરાડી ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે અને યુવકની હત્યા બાદ દેવચરાડી ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને હાલની પરિસ્થિતિમાં શાંતિ જળવાઈ દેવચરાડી ગામમાં તેઓ પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસસોજી પોલીસ તથા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.

ત્યારે યુવકની હત્યાના પગલે ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં ડોક્ટરે ટીમ દ્વારા યુવકની ડેડબોડીનું પીએમ કરવામાં આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં લાસ ન સ્વીકારવાનો ઇનકાર પરિવારજનો દ્વારા કરી દેવામાં આવ્યો છે તેને લઈને હાલની પરિસ્થિતિમાં ધાંગધ્રા પંથકમાં સંપૂર્ણપણે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ત્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી ડેડબોડી નહીં સ્વીકારવામાં આવે તેવી માંગણી પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યું છે અને હાલની પરિસ્થિતિમાં ઘટનાને 36 કલાક બાદ પણ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

દેવ ચરાડી ગામે યુવકની હત્યા બાદ ની બદલી સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે કરી નાખવામાં આવી છે તે છતાં પણ મૃતકનો પરિવાર લાશ સ્વીકારવા તૈયાર નથી ત્યારે આ મામલે એટ્રોસિટી એક્ટના ગુનામાં પોલીસ સ્ટેશનમાં કેવી રીતે જામીન આપી દેવામાં આવ્યા અને આરોપીને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા તે સવાલ પોલીસ તંત્રને પરિવારજનો પૂછી રહ્યા છે ત્યારે આ મામલે પોલીસ તંત્ર પણ મૌન તેવી રહ્યું છે ત્યારે આ મામલે હવે પીઆઇ અને સંકળાયેલા સ્ટાફ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવે ત્યારબાદ જ લાસ સ્વીકારવામાં આવશે તેવી ચીમકી પરિવારજનોએ પોલીસ તંત્રને આપી છે ક્યારે છેલ્લી 36 કલાકથી ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં યુવકનો મૃત દેહ પડ્યો છે ત્યારે હવે પોલીસ તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.

હત્યામાં સંડોવાયેલા 13 આરોપીઓના નામ

પંકજભાઈ પોલાભાઈ ભડાણીયા, (ર) કિશોરભાઈ અરજણભાઈ ભડાણીયા, (3) પ્રવિણભાઈ ગોરધનભાઈ મહેરીયા, (4) મુનાભાઈ ઘનશ્યામભાઈ મહેરીયા, (5) રતિલાલ ભગવાનભાઈ મહેરીયા, (6) દેવજીભાઈ સુંદરભાઈ મહેરીયા, (7) રામજીભાઈ સુંદરભાઈ મહેરીયા, (8) ચંદુભાઈ અરજણભાઈ ભડાણીયા, (9) ગોવિંદભાઈ ભગવાનભાઈ મહેરીયા, (10) હેમાભાઈ ચતુરભાઈ રોજાસરા, (11) જાદવભાઈ હરજીભાઈનો બીજા નંબરનો દિકરો, (12) બુધાભાઈ કાનાભાઈ ભડાણીયા અને (13) વશરામભાઈ બબાભાઈ મહેરીયા (તમામ રહે. દેવચરાડી ગામ)નો હુમલો કરવાના બનાવમાં આરોપી તરીકે સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.