Abtak Media Google News
  • અમદાવાદ અને વડોદરાની મસ્જીદને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથેની સાંઠગાંઠના કારણે કરાઇ સીલ
  • કેરળમાં થયેલા તોફાન અંગેના તમામ ગુનામાં પીએફઆઇના સચિવ અબ્દુલ સતારની સંડોવણી: સરકાર હડતાલ અટકાવવામાંનિષ્ફળ રહ્યાની અદાલતની ટકોર

દેશના જુદા જુદા રાજયમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના એકમ શરૂ કરી વિદેશમાંથી ફન્ડ એકઠું કરી ત્રાસવાદી સંગઠનોને આર્થિક મદદ કરવામાં આવતા એનઆઇએ અને એટીએસ દ્વારા દરોડા પાડયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પીએફઆઇ સહિત નવ સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો હોવાથી કેરળમાં કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા હડતાલ પાડી તોડફોડ કરી હતી. આ અંગે કેરળ હાઇકોર્ટમાં થયેલી રીટની સુનાવણીમાં તોડફોડ અટકાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમામ તોફાના ગુના માટે પીએફઆઇના રાજય સચિવ અબ્દુલ સતારને જવાબદાર ગણાવી રૂા.5.2 કરોડ નુકસાનીનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. બીજી તરફ ગુજરાત એટીએસની તપાસ દરમિયાન અમદાવાદ અને વડોદરાની બે મસ્જીદના પીએફઆઇ સાથે સંપર્ક હોવાના પુરાવા મળતા બંને મસ્જીદને સીલ કરી દેવામાં આવી છે.

દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા પીએફઆઇની તમામ એક્ટિવીટી પર પ્રતિબંધ લાધી ત્રાસવાદીઓને થતી આર્થિક મદદરૂપ થવાની જોડતી કડી તોડી નાખતા કેરળમાં કેટલાક શખ્સોએ તા.23 સપ્ટેમ્બરે હડતાલ પાડી હતી. તોડફોડ શરૂ કરી હતી. સરકારી મિલકતને નુકસાન કરતા તપાસ ટીમની રચના કરવામાં આવી તપાસ ટીમ દ્વારા તોફાનો અટકાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવતા હરકતમાં આવેલી પોલીસે કેટલાક તોફાનીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. કટ્ટરવાદીઓએ જામીન પર છુટવા અરજી કરી હતી તેમજ કેરળ હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. કેરળ હાઇકોર્ટ ડિવિઝન બેન્ચના જસ્ટીશ એ.કે.જયશંકર નામ્બિયાર અને મોહમદ નિયાસ સીપી દ્વારા હડતાલને ગેર કાયદે ગણાવી તમામ તોડફોડના ગુનામાં પીએફઆઇના સચિવ અબ્દુલ સતારને જવાબદાર ગણી તમામ ગુનામં ધરપકડ કરવા આદેશ કર્યો હતો તેમજ સરકારી મિલકતને નુકસાની પેટે રૂા.5.2 કરોડ વસુલ કરવા હુકમ કર્યો છે.

પીએફઆઇ સાથે સંડકાયેલા શખ્સો સામે દેશની જુદી જુદી સરક્ષા એજન્સી દ્વારા સખ્ત કાર્યવાહી જારી રાખવામાં આવી હોય તેમ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી વાલિદેન મસ્જીદ અને વડોદરાના પાણીગેટ વિસ્તારની આયશા મસ્જીદની એટીએસની ટીમ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક વાંધાજનક પુરાવા હાથ લાગતા બંને મસ્જીદને એટીએસની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.