Abtak Media Google News

બહેનોને આત્મનિર્ભર બનાવવા વિવિધ તાલીમ અપાશે

બોલબાલા ટ્રસ્ટ દ્વારા ઉપલા કાંઠા વિસ્તારમાં 108 રાંદલ માં ના લોટા સાથે બહેનોને આત્મનિર્ભર બનાવવા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે બોલબાલા ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ઓક્ટોબર ગુરુવારે ઉપલા કાંઠા વિસ્તારમાં 108 રાંદલ માં ના લોટા સાથે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા મેલ આર્ટ મહેંદી ફ્રી હેમોગ્લોબિન ટેસ્ટિંગ દવા વિતરણ 1500 જેટલા બહેનોને ગિફ્ટ સાથે પૂજન ભોજન દિવાળી સમયે બહેનોના હેર કટીંગ સહિતની હુન્નર લગતી સેવાઓ સાથે આ વખતે દિવાળીની વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

બહેનો માટે લર્નિંગ ટ્રાફિક અવેરનેસ અંગદાન સહિતના કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવશે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે જહાં અભી હે અંધેરા આત્મા નિર્ભર દિવાળીની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે 20 ઓક્ટોબર ગુરુવારે આર્ટિસ્ટ ભરતભાઈ ઝાલોરીયા દ્વારા હેર કેમિકલ ટ્રીટમેન્ટ ડેમો સાથે સેમિનાર યોજવામાં આવશે સાથે સાથે મેલ આર્ટના જસ્મીન રાવલ નું માર્ગદર્શન મેકઅપ માટે આર્ટિસ્ટ હીનાબેન કોરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

કુંડારીયા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટી 19મી ઓક્ટોબરે સાંજે પાંચ થી છ મહેંદી અને 20 મી તારીખે જેવી શાહ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટ્રાફિક ગવર્નર અંગે માર્ગદર્શન આપવામાં આવશે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી સંત કબીર રોડ મેહુલ પ્રિન્ટવાળી શેરી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે સમૂહ 108 લોટા ના આયોજન સાથે બહેનોને આત્માનો નિર્બળ બનાવવાના આ અનોખા આયોજનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે તમામ અલગ અલગ પાસ તે પહેલાના ધોરણે મેળવી લેવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ જીગ્નેશભાઈ ઉપાધ્યાય ની યાદીમાં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.