Abtak Media Google News

મોધવારી લકડ, વિજ યુનિટના ભાવ વધારાથી ત્રાહીમામ પ્રજાની દ્વારે લોકસંસદ વિચાર મંચે વિરોધનો રણટંકાર કરી ધરણા ના કાર્યક્રમોનું એલાન કર્યુ છે.

‘અબતક’ ની મુલાકાતે આવેલા લોક સંસદ વિચાર મંચ ના ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી – પૂર્વે કોર્પો., એડવોકેટ ઇન્દુભા રાઓલા, નટુભાઇ ઝાલા, ચંદ્રેશ રાઠોડ, સતીષભાઇ માણેક હેલમેટ સત્યાગ્રહી, ભાવેશ પટેલ, પ્રવિણભાઇ લાખાણી- એન.જી.ઓ., રમેશભાઇ તલાટીયા, સરલાબેન પાટડીયા, કુમારભાઇ ભટ્ટી સહીતના જણાવ્યું હતું કે રાજય અને કેન્દ્ર સરકાર મોંધવારીને ડામવામાં સદંર ફલોપ પુરવાર થઇ છે. કાળઝાળ મોંધવારીથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

ધરેલું રાંધણગેસનો બાટલો, સીંગતેલ, પેટ્રોલ, ડીઝલ, તમામ કઠોળ, દુધ, દહીં, શાકભાજી, કેળા, સીએનજી  સહીતના આવશ્યક તમામ ચીજવસ્તુઓમાં સમયાંતરે થયેલા તોતીંગ વધારાને પગલે આપઘાતનું પ્રમાણ ખાસ્સુ વધી જવા પામેલ છે.

અગાઉ વોર્ડ નં.14 અને વોર્ડ નં.3 માં મોધવારી ડામવા મુદ્ે ધરણા સફળતાપૂર્વક કરાયા બાદ લોક સંસદ મંચ દ્વારા વોર્ડ નં.16 મા આવતીકાલે તા. 3-8  ને બુધવારે સાંજે 6 થી 8 સુધી ધરણા યોજાશે. મોંધવારી મુદ્દે ભરઉંઘમાં રહેલી સરકારને જગાડવા માટેના ધરણાંના કાર્યક્રમમાં દેવપરા, એકોર્ડ મોલ પાસે આમ પ્રજાને જોડાવા આગેવાનોએ અપીલ કરી છે.

લોક સંસદ વિચાર મંચ ના સતિષભાઇ માણેક દ્વારા તા. 19-7 થીદેવપરા ખાતે તા. 3-8 ના ધરણા કરવા અંગેની  મંજુરી મંજુર કરવાની પોલીસને ફરજ પડી છે. ર4 કલાક જ અગાઉ તમોને મંજુરી મળી શકે એવી ગુલબાંગો ફેંકતી પોલીસને 48 કલાક પહેલા રેલો આવતા મંજુરી આપવી પડી છે. ખુદ પોલીસને મોંધવારી નડે છે તેમ છતાં પોલીસ ભાજપની જી હજુરીયાગીરી કરી ચમચાગીરી શા માટે કરે છે તેમ અંતમાં આગેવાનોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.