Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરું થઇ ચૂક્યૂ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ દ્વારા ગૌરવયાત્રા થકી ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકી દેવાયું છે.

ઋષિ મેહતા

આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ પાંચ વિસ્તારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકાથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો.જે મોરબી જિલ્લાના હળવદ ખાતે આવી પહોંચી હતી

Whatsapp Image 2022 10 15 At 6.05.31 Pm

‘ભરોસાની ભાજપ સરકાર’ના સૂત્ર સાથે હળવદ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચી હતી. ભાજપના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. નોંધનીય છે કે, આ યાત્રાને ગુજરાતમાં પાંચ અલગ-અલગ ધાર્મિક સ્થળોએથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને 10 દિવસની આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકો પરથી પસાર થશે.

 

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ એ જણાવ્યું હતું કે ગુજરાતના લોકોમાં ભાજપ માટે કરંટ છે મોટી સંખ્યામાં  જનસમુદાય હોય તેવા સુનિશ્ચિત થઈને આવનારી ચૂંટણીમાં ગુજરાતની અંદર ફરી એકવાર ભાજપનો ભોગવો લેહારાશે.આ ગમી સમયમાં ગુજરાત વિકાસની હરળોમા ગુજરત મોખરે રહેશે  તેવું તેમને જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આગામી સમયમાં ખૂબ જ પ્રગતિ કરશે આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 150 થી વધુ સીટો સાથે ભવ્ય વિજય મેળવશે તેઓ દ્વઢ વિશ્વાસ દર્શાવ્યો હતો,

Whatsapp Image 2022 10 15 At 6.05.34 Pm

ગુજરાતની પ્રજાનું અભિવાદન ઝીલવા અને જનમત સાથે તાદામ્ય સાધવા ભાજપ દ્વારા ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હળવદ ખાતે  જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવ યાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ભરતભાઈ બોઘરા, આઇ કે જાડેજા, ધનસુખભાઇ ભંડેરી, દુર્લભજીભાઈ દેથરીયા, રણછોડભાઈ પટેલ, કાંતિભાઈ અમૃતિયા,ચંદુભાઈ સિહોરા,  રણછોડભાઈ દલવાડી, રમેશભાઇ પટેલ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ ભગતભાઈ, તપનભાઈ દવે, રવિભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, અશોક પ્રજાપતિ, સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ તકે મોટી સંખ્યામાં કાર્યકરો તથા લોકો  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.