Abtak Media Google News

વિક્રમ સંવત 2079 નું નવું વર્ષ આજથી શરૂ થઈ છે. દરેક લોકો નવા વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરાય છે.

Advertisement

Screenshot 6 9

હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે 

રામપુર ગામમાં ગોપાલક સમાજ ની વધુ વસ્તી રહે છે. દર બેસતા વર્ષે અનોખી પરંપરા સાથે ઉજવણી કરવામાં આવે છે. બેસતા વર્ષના દિવસે વહેલી સવારે તમામ પશુપાલક અબાલવૃદ્ધ સૌ ગામ ના ચોરે આવેલ રાધાકૃષ્ણ ના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણ ની આરતી કરે છે.

Screenshot 7 7

આરતી દરમિયાન ગામ ના હજારો પશુધન મંદિર આગળ એકત્રિત કરાય છે. ગામના યુવાનો દ્વારા એ હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે અને તમામ ગોપાલકો પશુઓ ને ભડકાવે છે.

પશુઓ નથી પહોચાડતા કોઈને નુકસાન

Screenshot 9 6

આ વર્ષો થી ચાલતી પરંપરા છે કહેવાય છે કે આ રીતે પશુઓ ભડકાવી નવા વર્ષ ની ઉજવણી કરવાથી પશુઓ માં ક્યારે પણ મહામારીનો ઉપદ્રવ થતો નથી. માણસો માં પણ ક્યારે ભેદી રોગ આવતો નથી અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થાય છે.

Screenshot 8 4

સામાન્ય રીતે પશુઓ વચ્ચે ફટાકડા ફોડી ને ભડકાવવા થી પશુઓ ભડકી ને માણસોને ઈજા પહોંચાડતા હોય છે પરંતુ આ શ્રદ્ધા સાથે પશુઓ ને ભડકાવે છે છતાં આટલા વર્ષો માં ક્યારે કોઈને પણ પશુઓ એ ઇજા કરી નથી ત્યારબાદ ગામ ના ભાઈ બહેનો તમામ મંદિર આગળ એક બીજા ને ગળે મળી એકબીજા ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપે છે.  આમ અનોખી પરંપરા સાથે મોડાસા ના રામપુર ગામે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.