Abtak Media Google News

હાલ સમગ્ર ગુજરાતમાં ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા કેબીનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. યુનિફોર્મ સિવિલ કોડના પ્રસ્તાવને મંજુરી મળી છે. પૂર્વ જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને આપી માહિતી

રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

યુનિફોર્મ સિવિલ કોડ અંગે પરસોતમ રૂપાલાનું નિવેદન:

કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે બંધારણમાં પ્રકરણ ૪ની 44મી કલમમાં uccનો ઉલ્લેખ છે. ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરી રહી હતી. ટૂંક સમયમાં જ રાજ્યમાં સિવિલ કોડ લાગુ થઈ જશે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે એ કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. હાલ દેશમાં અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ છે જયારે યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી બધી જ બાબતોમાં સમાન કાયદો લાગુ
થશે.

યૂનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. ભાજપ અને RSS પહેલાંથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરે છે. અનુચ્છેદ 44 અંતર્ગત યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જવાબદારી રાજ્યોની પણ છે.

યુનિફોર્મ સિવિલ કોડ જાણો ટૂંકમાં

  • બાળક દત્તક લેવા, કે બાળક કસ્ટડી માટે એક કાયદો
  • લગ્ન, લગ્નની ઉમર માટે એક કાયદો
  • પરિવારની સંપતિના ભાગ માટે પણ એક કાયદો
  • કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો
  • તમામ ધર્મોના લોકો માટે સમાન કાયદો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.