Abtak Media Google News

કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર બને તે માટે ગુજરાત ભાજપ સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગયું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસથી જ ભાજપ દ્રારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. નવા મતદારોને આકર્ષવા માટે યુવા ભાજપ દ્વારા આગામી 24મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં એક સાથે 364 સ્થળોએ નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં  યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે.આ સંમેલનમાં માત્ર 18થી 25 વર્ષના યુવાઓને જોડવામાં આવશે.

વિધાનસભાની બેઠકદીઠ બે સ્થળે સંમેલન યોજાશે સાંસદ,ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવા મતદારોને વર્ચ્યુઅલી સંબોધશે:કાલથી યુવા ભાજપ દ્રારા નવા મતદારોની શોધવા ખાસ ડ્રાઈવ

આ અંગે વિસ્તૃત માહિતી આપવા આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ, નવા મતદાર જોડો અભિયાનના ગુજરાતના પ્રભારી હિમાંશુ શર્મા ઉપરાંત ગુજરાત યુવા ભાજપ ભાજપના પ્રભારી મનીષકુમાર સિંહ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવા મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે આગામી 24મી જાન્યુઆરીના રોજ નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાં 5,000થી વધુ સ્થળોએ 24મીએ એક સાથે સંમેલન યોજાશે.અન્ય રાજ્યમાં વિધાનસભાની બેઠક દીઠ એક સંમેલનનું આયોજન કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં વિધાનસભાની બેઠક દીઠ બે સંમેલન યોજાશે. એટલે કે રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો પર 24મી જાન્યુઆરીના રોજ 364 નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવા મતદારોને વર્ચ્યુઅલી સંબોધન કરશે.આ સંમેલનમાં માત્ર 18 થી 25 વર્ષના યુવાનોને જ સામેલ કરવામાં આવશે.સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ સાંસદ સભ્યો ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને યુવા ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત યુવા ભાજપ દ્વારા આગામી 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના અવસરે “નવ મતદાતા ભારત ભાગ્ય વિધાતા” વિષય પર એક ખાસ ડિબેટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટે “અબતક”સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી 24 મી જાન્યુઆરીના રોજ ગુજરાતની વિધાનસભાની 182 બેઠકો પર યુવા ભાજપ દ્વારા યોજાનારા 364 નવ મતદાતા યુવા સંમેલન સંદર્ભે કાલથી રાજ્યભરમાં યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કાલથી ભાજપના કાર્યકરો કોલેજમાં સંપર્ક અભિયાન શરૂ કરશે. નવા મતદારોને મળશે જે મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે તેઓ સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. આ ડ્રાઈવ 23મી જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે.વિકસિત ભારત નમો એપમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે 24મી જાન્યુઆરીએ ગુજરાતમાં વિધાનસભા દીઠ બે સહિત કુલ 364 સાથે ભારતમાં 5,000 થી વધુ સ્થળોએ એક સાથે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સતત ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભાજપની સરકાર પોતે બહુમત સાથે રચાય તે માટે યુવા મોરચાએ અત્યારથી જ તૈયારીઓ આરંભવી દીધી છે. હાલ સંમેલનની તારીખ ફાઇનલ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વર્ચ્યુઅલી સંબોધન કરવાના હોય હજી સમય જાહેર કરવામાં આવ્યો નથી જે રીતે સત્તાધારી પક્ષ ભાજપ ફુલ ફ્લેજમાં ઇલેક્શન મોડમાં આવી ગયુ છે તે જોતા લાગી રહ્યું છે કે ખૂબ મોટા વિજય લક્ષ્યાંક સાથે બીજેપી આ વખતે લોકસભાની ચૂંટણીના જંગમાં ઝંપલાવશે.

જીતની નહીં લીડની ચિંતા: શનિવારે ભાજપની ચિંતન બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ હાજરી આપશે

સતાધારી  પાર્ટી  ભાજપદ્વારા  જોરશોરથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ  આરંભીદેવામાં આવી છે. અન્ય   પાર્ટીઓનાં  આગેવાનો અને જાહેર જીવનના  લોકોને  ભાજપ સાથે જોડવા ગઈકાલે   પ્રદેશ  ઉપાધ્યક્ષ ડો.ભ રત બોઘરાની   અધ્યક્ષતામાં  પાંચ સભ્યોની સ્ક્રિનીંગ કમિટીની  રચના કરવામાં આવી છે.

આ ઉપરાંત લોકસભાની 26 બેઠકો  માટે અલગઅલગ   આઠ કલસ્ટર બનાવી પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે.  ભાજપને ગુજરાતમાં  સતત ત્રીજી વખત લોકસભાની 26 બેઠકો જીતવાની  રતીભાર પણ ચિંતા નથી. માત્ર લીડ કેટલી  મળશે તેની ઉાધી સતાવી રહી છે. એક પણ બેઠક પાંચ લાખ કે તેથી ઓછા મતોનીલીડથી ભાજપ જીતવા માંગતુ ન હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન  આગામી શનિવારે  ગાંધીનગરનાં પથીકાશ્રમ ખાતેભાજપના 50 આગેવાનોની ઉપસ્થિતિમાં  એક ચિંતન  બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ખાસ હાજરી આપશે.

ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે   આગામી શનિવારે  મળનારી ભાજપની ચિંતન શિબિર  આખો દિવસ  ચાલશે જેમાં કેન્દ્રીય  ગૃહ અને  સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી   રત્નાકર  અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી  આપશે. પક્ષના50 સીનીયર આગેવાનો  વચ્ચે લોકસભાની આગામી ચૂંટણી અંગે વિસ્તારપૂર્વક  ચર્ચાઓ  કરવામાં આવશે. આ ચિંતન  બેઠકમાં કેન્દ્રીય  આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ  માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.ગુજરાતની લોકસભાની એક એક  બેઠકોનાં  જ્ઞાતિ-જાતિના સમીકરણો, ઝોનની પરિસ્થિતિ,  સિટીંગ સાંસદો  દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન, તેઓની હાલની લોકપ્રિયતાની સ્થિતિ, વિપક્ષ  કઈ બેઠક પર કેટલો   પ્રભાવ પાડી શકે છે.  સહિતના  અનેક મુદાઓ પર ચર્ચાઓકરવામાં આવશે.  આ ચિંતન બેઠકબાદ કેટલાક નેતાઓનેખાસ જવાબદારી  પણઆપવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.