Abtak Media Google News

સ્વામિનારાયણ ટ્રસ્ટમાં ઓળખ હોવાનું કહી ગ્રાહક સહિત બે શખ્સ વેપારીને ચૂનો ચોપડી ગયા

ગાંધીધામમાં ગુરુકુળ સોસાયટીમાં રહેતા અને જોકી કંપનીનો શો રૂમ ધરાવતા વેપારી સાથે એક ગ્રાહક સહિત બે શખ્સોએ મોટી રકમના છૂટા પૈસા આપવાના બહાને ઠગાઇ થઈ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સીલેક્શન સેન્ટર જોકી શોરુમ ધરાવતા ડિમ્પેસ નિતીનભાઈ મહેતાએ આરોપી મુસ્તફા ગુલામશા શેખ અને કેશા ભીમા ચૌધરી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેની ફરિયાદમાં જણાવાયું કે વેપારમાં મોટા દરની નોટો આવતી હોવાથી નાના દરની નોટોની આવશ્યકતા રહે છે. જેથી તેમની દુકાને અવાર નવાર ગ્રાહક તરીકે આવતા ભુજ તાલુકાના કનૈયાબેના ગામના રહેવાસી મુસ્તફા ગુલામશા શેખએ ફરિયાદી વેપારીના સ્ટાફ સાથે નાની નોટોમાં બદલાવ કરવો હોય તો અંજાર સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી ઓળખતા હોવાનો હવાલો આપીને તેના ટ્રસ્ટી તરીકે કેશા ભીમા ચૌધરી સાથે મુલાકાત કરાવી હતી.

જે બન્નેએ મળીને એક 29મી જૂનના રૂ.5 લાખની નોટો બદલી આપી હતી. ત્યારબાદ વધુ નાના દરની નોટોની જરૂર રહેતા તેમણે કુલ વધુ રૂ.12.20 લાખની નોટો બદલાવવા આપ્યા હતા. આ નાણા 30મી જૂનના આપતા હાલ મહિનાની છેલ્લી તારીખ હોવાથી કાલે થશે, તેમ કહ્યા બાદ બીજા દિવસે અન્ય ટ્રસ્ટીઓ સાથે હોવાનું કહીને એજ રાગ પાચ દિવસ સુધી આલાપ્યો હતો.

ત્યાર બાદ ફરિયાદી ડિમ્પેશભાઈ મહેતા ભચાઉના વોંધમાં રહેતા આરોપીને 11મી જુલાઇના મળતા આરોપીએ નાની નોટો શક્ય ન હોવાથી 31મી ઓગષ્ટ સુધીમાં ચેક આપી દેશે તેવું લખાણ કર્યું હતું. તે દરમ્યાન પહેલો આરોપી મુસ્તફા ગુલમાશા શેખએ ફરિયાદી સાથે હોય તવી રીતે લખાણ કરીને વર્તન કર્યું હતું. પરંતુ આજ દીન સુધી રુપીયા પરત ન મળતા, બન્ને આરોપી મળેલા હોવાનું લાગતા બન્ને સામે રૂ.12.20 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.