Abtak Media Google News

મીડિયા મોનીટરીંગ, કોલ સેન્ટર, ઓનલાઈન ફરિયાદ નિવારણ અંગે તાલીમ માર્ગદર્શન

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર કચેરી સ્થિત કંટ્રોલ રુમ ખાતે ફરજ બજાવનારા અધિકારીઓ-કર્મચારીઓને જરુરી તાલીમ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા દ્વારા સમીક્ષા કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી કંટ્રોલ ્રુમ ખાતે વિધાનસભા ચૂંટણી દરમિયાન, ઓનલાઈન ફરિયાદ નિવારણ, આદર્શ આચાર સંહિતા ભંગ, મીડિયા મોનીટરીંગ સહિતની કામગીરી 24 કલાક રાઉન્ડ ધ કલોક શરુ રહે છે.

આ કામગીરી દરમિયાન કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કંટ્રોલ ્રુમ્ ખાતે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પટણીએ સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર-વ-ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ પાસાઓની સમગ્રયતા ચકાસી  સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ,   જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને વિવિધ સમિતિના અધિકારી – કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.