Abtak Media Google News

રૂ.61.01 કરોડના કુલ ખર્ચે 784 સુવિધાયુક્ત આવાસ નિર્માણ: લાભાર્થી પરિવારના સભ્યોમાં રાજીપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં ઘર વિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર વર્ષ 2022 સુધીમાં મળી રહે.તેવા ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાના ભાગરૂપે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રાજકોટ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનાના હેઠળ ટી.પી-17,ફા.પ્લોટ-79ના અનામત પ્લોટમાં એ.એચ.પી ઘટક હેઠળ આદિત્ય 79 આવાસ રૂ.61.01 કરોડના ખર્ચે કુલ 784 સુવિધાયુક્ત વિવિધ કક્ષાના આવાના ફ્લેટનું કામ હાથ ધરવામાં આવેલ છે. જેથી લાભાર્થી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય શૈક્ષણિક અને સામાજિક સ્તર ઊંચું આવે તેવા ઊંમદા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અફોરટેબલ હાઉસિંગ મિશન હેઠળ રાજકોટના રૂડા અંતર્ગત ટી.પી-17,ફા.પ્લોટ-79ના આવાસના કામને પૂર્ણ કર્યું છે.લાભાર્થીઓને 30/09/2022ના રોજ વડાપ્રધાન હસ્તે લોકાર્પણ બાદ આવાસ સોંપવામાં આવ્યા હતા.

ફિલ્ડ માર્શલ વાડી પાસે કાલાવડ રોડ મુંજકા ખાતે ઇડબલ્યુએસ-11 કુલ 784 (ૠ+14)આવાસોને રૂ.61.01ના ખર્ચે આધુનિક સુવિધાઓથી ગ્રીન બિલ્ડીંગના સંદર્ભે સજજ કર્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઈ.ડબ્લ્યુ.એસ-2ના એક યુનિટ માટે કુલ 3 લાખની તથા બાકીની રકમની રૂડા દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. લાભાર્થી પાસેથી માત્ર રૂપિયા 5.50 લાખ ફાળા પેટે એકત્રિત  કરવામાં આવે છે.આદિત્ય 79 આવાસના લાભાર્થી પરિવારના સભ્યોએ આવાસ મળતા રૂડા તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.સાથોસાથ ઘરનું ઘર મળતા રાજીપો વ્યક્ત કર્યો છે.ત્યારે આદિત્ય 79 આવાસ પરનો સપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજુ કરાયો છે.

 આદિત્ય 79 આવાસ શ્રેષ્ઠ સિક્યુરિટી સાથે તમામ સુવિધાઓથી સુસજજ: ફ્લેટ ધારકો

આવાસના ફ્લેટ ધારકોએ જણાવ્યું કે,આવાસના રહીસોની સિક્યુરિટી અને સેફટી માટે બંને ગેટ સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ છે.તેમજ સુવિધાની વાત કરવામાં આવે તો આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર સાથે લાઈટ બ્લોક મશીનરી, વોટર સપ્લાય, ડ્રેનેજ, બગીચા ,પાર્કિંગ, ઇલેક્ટ્રીકેશન, કોન્ક્રીટ રોડ, બાહ્ય ઇલેક્ટ્રીકેશન ,કમ્પાઉન્ડ સિસ્ટમ ,ફાયર સેફટી સિસ્ટમ,વોટર હાર્વેસિ્ંટગ,ગેસ પાઇપલાઇન,વીજ જોડાણ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ કોમ્યુનિટી હોલ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.