Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે આવક કરતા ખર્ચ વધુ થશે. આવામાં સંતુલન જાળવી રાખજો. ધ્યાન રાખજો કે, સારો મૂડ હોવાના કારણે એવું ન બને કે બીજાની મદદ કરવામાં તમે સારા નરસાનું ભાન ભૂલી જાવ. જરૂરિયાતમંદોની જ મદદ કરજો, નહીં તો અન્ય લોકો તમારા સ્વભાવનો લાભ ઉઠાવી શકે છે. કોઈ પ્રતિયોગી પરીક્ષા માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમે તમારા વ્યવસાય કે વેપાર સંબંધિત કોઈ કરાર કે લખાણનું કામકાજ કરવા માંગતા હોવ તો તેને બે જ દિવસમાં પુરૂ કરી લેજો.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજનો દિવસ તમારા માટે એવરેજ રહેશે. વેપારમાં સ્થિતિ સુધરતી નજરે પડશે. કોઈ મોટા અધિકારીના સહયોગથી નોકરીમાં તમારી મજબૂતી વધશે. એટલે વિરોધ કરનારા અને તમારી ઈર્ષા કરનારા તમારૂ કંઈ પણ બગાડી નહીં શકે. રાતે પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ઘરના સભ્યો કે સંતાન વ્યવહારથી તમે દુઃખી રહેશો. પત્ની કે પ્રેમિકા પણ આવા પ્રકારના વ્યવહારથી તમને વ્યથિત કરી શકે છે, જેથી તમે મનોમન પરેશાન રહો.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

આજે આરોગ્યની કાળજી લેજો. દિવસના પહેલા ભાગમાં વધુ પડતા કામ આવી પડશે. બની શકે ત્યાં સુધી મહત્વના કામો પહેલા પૂરા કરી લેવા. જેથી કોઈ નુકસાન ન વેઠવુ પડે. બપોર પછીનો સમય પડકારભર્યો રહી શકે છે. થતાં કામ અટકી જાય અને માનિસક તણાવ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે, પરંતુ સાથો સાથ તમારા દુશ્મની નિંદાઓ પણ વધશે. આવામાં તમારે જરાય પરેશાન થવાની જરૂર નથી.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

આજે સવારથી જ પ્રતિકુળ દિવસ તમારા માટે રહેશે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કોઈ પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારો મૂડ પણ બગડી શકે છે, પરંતુ તમે ધૈર્યથી કામ લેજો. સાંજ સુધીમાં સ્થિતિઓ તમારા માટે અનુકૂળ બની જશે. આજે તમને વ્યવસાયમાં તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

આજે નોકરી કે વેપાર-ધંધામાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બની શકે છે કે કોઈ કામ શરૂ કરવામાં વધુ સમય લેવો પડે. આ કારણે તણાવ વધી શકે છે, પરંતુ યાદ રાખજો કપરો સમય જતો રહે છે અને આ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી તમે નાના-મોટા કામ બગડી જવાથી આશ્ચર્યમાં છો. બની શકે છે કે આજે તમારા આ કામમાં સુધારો આવી શકે. તેમ છતા પણ કોઈ ડર કે શંકાના કારણે તમારૂ મન અશાંત રહી શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

બપોર બાદ કેટલીક દોડાધામ પછી થોડો લાભ મળી શકે છે. આજના દિવસે બહારના લોકો જે વાત બોલે છે તે વાતનું અવલોકન કરીને જ નિર્ણય લેશો. તમારું વ્યક્તિત્વ જવાબદાર માનવામાં આવે છે, જેનાથી અન્ય લોકો પ્રેરિત થઇ શકે છે. શિક્ષણને લઈને કોઈપણ નિર્ણય સમજી-વિચારીને જ લો. આજનો દિવસ તમારો સારો પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ સૌનો સહયોગ મળશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

જો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. બપોર સુધીમાં આર્થિક સંકટ પણ પૂરૂ થશે, પરંતુ કાર્યક્ષેત્રમાં ધીમી ગતિના કારણે માનસિક તણાવ પેદા થઈ શકે છે. જીવનમાં કોઈ એક જ કામ પર ધ્યાન આપવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. મનમાં જે ઉદાસીનતા વધી રહી છે તેને કંટ્રોલમાં લાવવું પડશે. આજના દિવસે કોઈ મહત્વના વ્યક્તિનો સાથ મળશે. હાલનો સમય કાર્યક્ષેત્રમાં અવર-જવરનો અને નિયમબદ્ધ કામ પૂરો કરવાનો ચાલી રહ્યો છે. આ દરમિયાન નજીકના લોકો ચિંતામાં વધારો કરી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

જો તમે પ્રેમ સંબંધમાં હોવ તો વહેલી તકે નિર્ણય લઇ લેજો, નહીં તો પાછળથી સમસ્યાઓ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ સારો પસાર થશે. રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલ કોઈ મિત્રનો પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલશે. તેની સાથે લાભદાયક બિંદુઓ ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. સામાજિક કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો તમારું માન-સન્માન વધારશે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

નોકરીમાં બની શકે છે કે આજે કોઈ કારણથી તમારે વિવાદ થઈ જાય, આવી સ્થિતિમાં વાણી પર કાબૂ રાખવાની જરૂર છે. નહીં તો અનિશ્ચિતતાના કારણે માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઘરમાં ઘણાં સમય પછી નજીકના સંબંધીઓ આવશે તથા એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને સુખમય બનાવશે. બાળકો સાથે તેમની ક્રિયાઓમાં રસ લેવો અને તેમનો સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

બસ તમારે તમારા કામ પર ફોકસ કરવાની જરૂર છે. જેનાથી બધું જ બરાબર થઈ જશે. કારણ કે ક્યારેય સારા કામનું ફળ ખરાબ નથી મળતું. આજના દિવસે તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના કારણે ઉત્સાહ રહેશે. જૂની વાતને ભૂલીને નવું કામ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમે તમારી જવાબદારી બરાબર રીતે નિભાવી શકશો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

આજે ના છૂટકે પણ તમારે એવું કમ કરવું પડી શકે છે કે જે બીજા માટે અસુવિધાનજક હોય. બાળકોએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ફાલતૂની ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવો. જૂના મુદ્દાને લઇને સંબંધીઓ સાથે વિવાદ થવાની સ્થિતિ રહી શકે છે. સાવધાની અને સમજદારીથી કામ લેશો તો પરિસ્થિતિ સચવાઈ જશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

આ જ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. પરિવારના સભ્યો સાથે આજનો દિવસ સારી રીતે પસાર થશે. જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તેના કારણે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ જશે. ધર્મ તથા અધ્યાત્મ પ્રત્યે વધતો તમારો વિશ્વાસ તમને શાંતિ અને માનસિક સુખ આપી શકશે. કોઈ ખાસ મુદ્દા ઉપર ચર્ચા પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.