Abtak Media Google News

20 હજાર કરોડનું રોકાણ કરી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરશે : સરકાર પરનું સબસીડી ભારણ પણ ઘટાડાશે

હાલ સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે ત્યારે અદાણી ગ્રુપ પણ આગામી 2023 સુધીમાં 10000 ટ્રકનું પરિવહન કરશે એટલું જ નહીં કંપનીએ ઓઇલ ટેન્કિંગ કંપની સાથે હસ્તાક્ષર કરી 200% ની સ્ટોરેજ ક્ષમતા વધારી છે જેના ભાગરૂપે ભારતને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે. સ્ટોરેજ ક્ષમતામાં વધારો થતા ની સાથે જ આયાત પરનું જે ભારણ છે તેને ઘટાડવામાં આવશે આ વાતને ધ્યાને લઈ સરકાર હજુ 20,000 કરોડનું રોકાણ કરી લિક્વિડ નેચરલ ગેસ ની સંગ્રહ ક્ષમતા વધારશે જેના માટે કંડલા સહિતના વિવિધ પોર્ટને પણ વિકસિત કરવામાં આવશે. ભારત હાલ એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ માટેની સ્ટોરેજ ક્ષમતા વધારવા માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં નિર્ધારિત થઈ જશે અને આ કાર્ય માટે ખાનગી કંપનીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે. કંડલા સહિત ભારતના 12 પ્રમુખ બંદરોમાં લિક્વિફાઇડ નેચરલ ગેસની સ્ટોરેજ ક્ષમતાની ફેસીલીટી ઊભી કરવામાં આવી છે જ્યાં વહાણોમાં રિફયુલિંગ ખૂબ સરળતાથી થઈ શકે. આ સુવિધા ને વધુ વિકસિત કરવામાં આવે તો જે આયાત ભારણ 70 ટકા જેટલું છે તેને ઘટાડવામાં આવશે. સરકારની આ યોજના માત્ર મોટા જહાજો માટે જ નહીં પરંતુ સ્થાનિક માંગને પહોંચી વળવા માટેની પણ છે જેમાં ભારતીય રેલવે એલએનજીના વિતરણ વ્યવસ્થા માટે યોગ્ય નેટવર્ક પણ ઊભું કરશે જેનો લાભ લોકોને ખૂબ સરળતાથી મળતો રહેશે.

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા કુલ તે કુદરતી ગેસની ક્ષમતા છે તે મુખ્યત્વે આયાત કરવી પડતી હોય છે અને ફર્ટિલાઇઝર ક્ષેત્રની સાથો સાથ 70 ટકા જેટલી આયાત નેચરલ ગેસમાં થતી જોવા મળે છે જેના માટે સરકારનું આયાત બિલ ખૂબ મોટું આવે છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ ની વ્યવસ્થા શું ચાલુ રૂપથી વિકસિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં હવે એલએનજી પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ કોક, ફ્યુલ ઓઇલનું રિપ્લેસમેન્ટ પણ બની શકે છે. કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે વધુને વધુ નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને આયાત પરનું ભારણ ઘટાડાય. આ માટે અદાણી સહિતની ખૂબ મોટી કંપનીઓ આ તમામ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને પોતાનો રોડમેપ બનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.