Abtak Media Google News

અમરેલી એલસીબીએ એમપીના બે શખ્સોની ધરપકડ કરી એકની શોધખોળ હાથધરી : રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, અમરેલી અને જામનગરમાં થયેલ આઠ ગુનાનો ભેદ ઉકેલાયો

સૌરાષ્ટ્રમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરને નિશાન બનાવી તેના ઉપર હુમલો કરી ઘણા સમયથી બની રહી હતી જે મામલે અમરેલી એલસીબીએ એમપી ના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર થતા તેની શોધખોળ હાથધરી છે. પોલીસે બંનેની તપાસ કરતા રાજકોટ,અમરેલી અને જામનગરમાં થયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંને શખ્સો પાસેથી રૂપિયા 42 હજાર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ ત્રણ માસ પહેલા અમરેલીના ચિતલમા વૃધ્ધ દંપતિના ઘરમા ઘુસી ખુની હુમલો કરી લુંટ ચલાવવાના કેસમા તથા ચિતલમા જ એક ખેડૂતના ઘરમા ચોરી કરવાના ગુનામા અમરેલી એલસીબીએ મધ્યપ્રદેશના કમલેશ દલું સિગાર અને દીવાન રેમસિંહ મોહનીયાની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી ચાંદીનો હાર, મોબાઇલ વિગેરે મળી કુલ રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા મહિનાઓમા ગ્રામ્ય વિસ્તારમા એકલા રહેતા વૃધ્ધ દંપતિઓને નિશાન બનાવી હત્યા, ખુની હુમલો, લુંટ જેવી ઘટનાઓ આચરવાની ઘટનાઓ વધી હતી. અગાઉ પોલીસે આવી જુદીજુદી બે ગેંગને ઝડપી હતી. હવે આવી વધુ એક ગેંગ સામે આવી હતી. જે પૈકી બે શખ્સોને આજે અમરેલીના ઠેબી ડેમ પાસેથી ઝડપી લેવાયા હતા.જેની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે,ગત 18/9ની રાત્રે ચિતલમા આદેશનગરમા નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયા અને તેમના પત્ની ઘરમા સુતા હતા ત્યારે આ શખ્સોએ ઘરમા ઘુસી નાથાભાઇનુ મોઢુ દબાવી હથોડીના ઘા માર્યા હતા. તેમના પત્નીને પણ ખાટલા નીચે પછાડી બેફામ મારમાર્યો હતો. દેકારો થતા ત્રણ લુંટારૂ નાસી ગયા હતા. તે જ રાત્રે ચિતલમા જુદીજુદી દુકાનોમા ચોરી થઇ હતી.તેના વીસ દિવસ પહેલા 31/8ના રેાજ ચિતલમા કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયાના ઘરમાથી ચાંદીનો હાર વિગેરેની ચોરી થઇ હતી. આ બારામા પોલીસે ટેકનીકલ સોર્સની મદદ લઇ લુંટ અને ચોરીમા સંડોવાયેલા આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. આમ એકલા રહેતા વૃધ્ધ દંપતિઓને નિશાન બનાવતી હવે ત્રણ ગેંગ ઝડપાઇ ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.