Abtak Media Google News

 પોરબંદર: પૂર્વ પ્રેમિકાની હત્યામાં આરોપીને આજીવન કેદ

પોરબંદરના ઓડદર ગામે રહેતા ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને ત્ર્ાણ વર્ષ પૂવર્ે કરેલી હત્યાના ગુન્હામાં કોર્ટે તકસીરવાન ઠેરાવ્યો હતો અને ભુરા ઉર્ફે પરબતને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો  છે.પોરબંદર તાલુકાના ઓડદર ગામે રહેતા ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને લાભુબેન દેવશીભાઈ આત્ર્ાોલીયા નામની પરણિત મહિલા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, જે સબંધ આ પરણિત મહિલાએ તોડી નાખતા ભૂરા ઉફર્ે પરબતને પસંદ ન પડતા તેણે ત્રણ વર્ષ પહેલા આ મહિલા સાથે બોલાચાલી કરી ઉશ્કેરાય જઈ આવેશમાં આવી લાભુબેનને ગળાની ડાબી બાજુ તથા માથામાં તથા હાથમાં તલવારથી ઘા કરી ઈજા પહોંચાડતા મહિલાનું મોત થયું હતું.

આ મહિલાનું મોત થતા ભૂરા ઉફર્ે પરબતને લાગી આવતા  પોતે વાછરાડાડાના મંદીરે ગળો ફાંસો ખાઈ જવાનો પ્રયાસ  કર્યો હતો. લાભુબેનનું ખુન કરી મોત નીપજાવી ગુન્હો કયર્ો હતો, જે અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ દેવશીભાઈ આંત્ર્ાોલીયા દ્વારા ફરીયાદ પોલીસે આરોપી ભૂરા વિરૂધ્ધ હત્યા સહિતની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. તો આ ગુન્હા અંગે પુરતા પુરાવા એકિત્ર્ાત કરી આરોપી વિરૂધ્ધ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતુ. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ પોરબંદરમાં આ કેસ ચાલી જતાં  સરકારી વકીલ સુધિરિસહ બી.જેઠવા દ્વારા રજુ કરવામાં આવેલ ર6  જેટલા સાક્ષીઓના મૌખિક પુરાવાઓ તથા 40 જેટલા દસ્તાવેળ પુરાવાઓ તેમજ બન્નો પક્ષોની દલીલો સાંભળી હતી, ત્યારબાદ પોરબંદરની ડિસ્ટ્રકીટ એન્ડ સેશન્સ કોર્ટના જજ આર.ટી.પંચાલ દ્વારા આરોપી ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપીયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.