Abtak Media Google News

બસ ઓપરેટર, ફેર કલેક્શન અને સિક્યુરિટી એજન્સીને લાખોનો દંડ

રાજકોટ મહાનગર પાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિટી બસમાં પાંચ મુસાફરો ટિકિટ લીધા વિનાના પકડાતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સાત કંડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સિટી બસમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 1,56,298 મુસાફરોએ લાભ લીધો હતો. કામમાં ક્ષતિ બદલ બસ ઓપરેટર એજન્સી શ્રી મારૂતિ ટ્રાવેલ્સને 4,975 કિમીની પેનલ્ટી મુજબ 1,74,225નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને 21,800ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સાત કંડક્ટરોને હંગામી ધોરણે જ્યારે એક કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન બીઆરટીએસ બસ સેવા 46,900 કિ.મી. ચાલી હતી અને 1,76,628 મુસાફરોએ તેનો લાભ લીધો હતો. કામમાં લાપરવાહી બદલ એક્સ મેન અને સિક્યુરિટી પૂરા પાડતી શ્રી રાજ સિક્યુરિટી સર્વિસને પેનલ્ટી ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.