Abtak Media Google News

ઘાટલોડીયામાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ચુક્યા છે. ભાજપની ઘાટલોડીયામાં ભવ્ય જીત થઈ છે, સીએમ ભુપેન્દ્ર પટેલ જંગી બહુમતીથી જીત્યા છે. ભાજપના કાર્યાલય ખાતે જશ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. સુરતમાં હર્ષ સંઘવીની જીત પણ નિશ્ચિત છે તેવું કેહવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવારો ભાનુ બેન બાબરિયા અને દર્શિતા બેન શાહ આગળ વધી રહ્યા છે. તેમની પણ જીત નિશ્ચિત છે તેવું હાલની પરીસ્થિતને જોઈને લાગી રહ્યું છે. જેતપુરમાં ૧૩ રાઉન્ડના અંતે જયેશ રાદડીયાને ૫૦૭૭૮ની લીડ મળી છે.

દસમા રાઉન્ડના અંતે રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર ઉદય કાંગડને 19000 મતની લીડ મળી છે. મોરબી માળિયા કાંતિ અમૃતિયા 6274 મતે આગળ છે તો ટંકારા પડધરીમાં દુર્લભજી દેથરિય 3259 મતે આગળ છે. કુવાડવામાં જીતુ સોમાણી 8600 મતે આગળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.