Abtak Media Google News
  • વ્હાલુડીના વિવાહમાં શ્રીમંત પરિવારના લગ્નને પણ ઝાંખા પાડે તેવો આણુ દર્શન ડાંડીયા રાસ અને સંગીત સંધ્યા
  • દિકરીના કરિયાવર જ નહી માતા-પિતાની તમામ જવાબદારી નિભાવે છે ‘દિકરાનું ઘર’

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  “દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ”  દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જે દીકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય અથવા જે દીકરી માતા પિતા વિહોણી છે એ દીકરીઓના સમૂહલગ્નની વ્યાખ્યાથી પર રહીને ભવ્ય અને લગ્ન ઉત્સવ એટલે કે “વ્હાલુડીના વિવાહ” કરાવવામાં આવે છે. તારીખ 7/12 ને બુધવારના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે.”દીકરાનું ઘર” અને રોકડ ગ્રુપ દ્વારા આયોજીત 23 દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ “વ્હાલુડીનાsubh mangal વિવાહ 5″નો  બીજો કાર્યક્રમ આણું દર્શન, ડાંડીયા રાસ તેમજ આંખના ખૂણા ભીના કરી દે એવો ગીત સંગીત સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કે જેમાં રાજકોટના જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડ તરફથી યજમાન પદ અને 18 લાખ જેવી સહાય અને  શિવલાલભાઈ આદ્રોજા તરફથી દરેક દીકરીને એક તોલું સોનું આપવામાં આવ્યું હતુ. 18.12.22 ને 23 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

113 દિકરીના બાપ બનવાનું સૌભાગ્ય મળ્યુ, લગ્ન બાદ હંમેશ સાથ આપીશ એ મારું વચન : મૂકેશ દોશી (દીકરાનું ઘર)

Vlcsnap 2022 12 08 11H21M56S523

ઢોલરા “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મૂકેશ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “દિકરાનું ઘર” દ્વારા સતત 5 વર્ષથી “વ્હાલુડીના વિવાહ” યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે આ પ્રંસગમાં દીકરીઓને 251 ભેટનો કરિયાવર આપવામાં આવ્યો છે જેમાં તામામ દાતઓ નો સહયોગ મળ્યો છે.  એટલું જ નહી લગ્ન બાદ સંસ્થાની જવાબદારી પૂર્ણ થતી નથી કુટુંબ એટલે હું નહી પણ આપણે” એવા સંસ્કાર  સાથે તમામ દીકરીઓ તેમના ઘર સંસારમાં સુખી થાય એ દિશામાં અમે સફળ થયા છીએ. આ સાથે જૂનાગઢના કલાકાર રાજુભાઈ ભટ્ટે લાગણીથી દીકરી પર સાહીત્ય પીરસનાર છે. વધુંમાં  તેમણે જણાવ્યું હતું કે મને 113 દીકરીઓના બાપ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મારા માટે આનંદની વાત એ છે કે જેમણે ઉગતા સુરજને જોયો નથી કે પૂનમની ચાંદની નિહાળી નથી તેવા વી. ડી પારેખ અંધમહીલા ટ્રસ્ટના એક પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરવવા જઈ રહ્યાં છીએ. એટલું જ નહી હું એવું વચન આપું છું કે  દિકરીને ઘરસંસારમાં કંઈ પણ તકલીફ ઊભી થશે ત્યારે હું તેનો પરિવાર બનીશ.

વડીલોના આશીર્વાદ સાથે રાજકુંવરીની જેમ થઇ રહ્યા છે અમારા લગ્ન: મોહિની દવે (કન્યા)

Vlcsnap 2022 12 08 11H21M42S885

મોહિની દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા એટલું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે કે ક્યારેય અમને પિતાની ખોટ વર્તાણી નથી એવું લાગે છે કે જાણે કોઈ રાજકુંવરીના લગ્ન થઈ રહ્યા હોય. અમારા માટે આ ઘડી ખૂબ જ અનમોલ છે એમને અને અમારા પરિવાને ખૂબ જ આવકાર મળે છે તથા અમને વડીલોના તેમજ મહાનુભવોના  આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ રહ્યા છીએ જેનાથી અમે ખૂબ ખુશ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને સંસ્થા જીવન માં એક પણ વસ્તુની કમી મેહસૂસ નથી થવા દેતી અને આ વિવાહમાં કોઈ દીકરી દુ:ખી ન  થાય તેની તકેદારી રખાય છે. સંસ્થા એ અમારો છેવટની ઘડી સુધીનો પરીવાર છે.

દીકરીઓના ભણતર, દવા જેવા સત્કાર્યમાં લોકો દાન કરે તેવી અપીલ: ધીરૂભાઇ રોકડ

Vlcsnap 2022 12 08 11H22M22S396

રાજકોટના જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ઘરે જ્યારે લક્ષ્મી અવતરી ત્યારે જ નક્કી કર્યું હતું કે હું નવ દીકરીને ભણાવીશ અને પરણાવીશ અને અમુક સંસ્થાઓમાં એક કરોડ એંશી લાખનું દાન આપીશ. ત્યારે આ મારા જીવનની એક ધન્ય ક્ષણ છે કે મને મુખ્ય યજમાન તરીકે આ 23 દીકરીઓને  પરણાવાની તક મળી છે એ માટે હું “દીકરા નું ઘર”નો આભારી છું. વધુંમાં તેમણે સંદેશો આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ કે જે કમાય છે તેનો અમૂક ભાગ બીજા માટે  અને સારા કાર્યમાં વાપરે તો જ એ ધન લેખે લાગશે. ખાસ કરીને લોકો દિકરીઓ દીકરીઓના ભણતર, ગરીબો તેમજ સત્કાર્યમાં દાન કરે તેવી મારી લોકોને અપીલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણી બધી સંસ્થાઓ સમૂહ લગ્ન કરાવે છે પરંતુ આ આયોજન ષ કંઇક વિશિષ્ટ પરિભાષા આપે છે.

સોનાની ભેટ દરેક માટે એક સંભારણું બની રહે તેવી મારી લાગણી: કિરીટભાઈ આદ્રોજા

Vlcsnap 2022 12 08 11H22M33S380

એન્જલ પંપ્સ પ્રા. લીના કિરીટભાઈ આદ્રોજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વ્હાલુડીના વિવાહ 1 થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. આ દીકરીઓના પિતા નથી ત્યારે મે હમેશાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખી છે કે જો તેના પિતા હોય તો તેના ઓરણા જાજરમાન હોત અને એ પિતા દિકરીના દરેક સ્વપ્નને પૂર્ણ કરશે મે દિકરીઓને સોનાની ભેટ એટલા માટે આપી છે કે સોનુ હમેશાં જીવનમાં દિકરીને એક યાદગીરી રહેશે એવી મારી લાગણી છે. વધુંમાં તેમણે જણાવ્યું હતું કે અમારાં દ્વારા એવા દરેક પ્રયત્નો કરવામાં આવ્યા છે કે જેમાં દીકરીને બધા જ સુખ સગવડ મળી રહે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.