Abtak Media Google News
  •  મોરબી: બોગસ કુરિયરવાળાએ રૂ.90 હજારની કરી ઠગાઈ
  • મોબાઈલ ઉપર લીંક મોકલી બે રૂપિયાનું ટ્રાન્જેકશન કરાવી દંપતિના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

ઓનલાઇન ફ્રોડના બનાવો વધી રહ્યા છે. જેમાં ભેજાબાજો યેનકેન પ્રકારે લોકોને પોતાની વાતમાં ભોળવી તેમને એક લિંક મોકલી તેમાં 1-2 રૂ. વેરિફિકેશનનાં નામે મોકલી તેમાં લોકો ટ્રાન્ઝેકશન કરતા આ ભેજાબાજો તેમનું ખાતું ખાલી કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી શહેરમાં બનવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વિંગ-એફ. ફલેટ નંબર 603માં રહેતા મનોજભાઇ રામજીભાઇ કગથરાની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય જેના ડોકો નંબર ફરીયાદી ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ નંબર 8826955122, 9830303232 મળતા જેમા વાત કરતા પોતે બ્લુ ડાર્ટ કુરીયરની ઓળખ આપી ફરીયાદીને લીંક મોકલી તેમાથી ઓનલાઇન રૂપીયા-ર નુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ફરિયાદીના ખાતાના ઞઙઈં તથા તેની પત્નીના એકાઉન્ટના ઞઙઈં મારફતે રૂપીયા ર નુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા 34,915 તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા 10,000/- મળી રૂપીયા 44,915 તથા તથા તેની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા 45,397/- મળી ઓનલાઇન રૂપીયા ફ્રોડ કરેલ હોય જેમા આરોપીએ ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રીચાર્જ જે રૂપીયા 35,397/-ફરી.ના પત્નીના ખાતામાં પાછા જમા થઇ ગયેલ આમ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ફરીયાદી તથા ફરિયાદીના પત્નીના ખાતામાંથી ઓનલાઇન 90,312 ઓનલાઇન ફ્રોડ(છેતરપીંડી) કરી હોય જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.