નવી પેઢીનું જૂની પેઢી સાથે સમન્વય કરતું ‘ધબકતી ક્ષણ’
રંગીલા રાજકોટના મોજીલા લોકો જિંદગી જીવી જાણે છે:પારસ પાંધી
કાર્યક્રમને બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર માણ્યો
નિશારામાં આશાનું કિરણ જયારે ન બતાય કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ન સમજાય ત્યારે વ્યક્તિને ફેમિલી સ્પોર્ટ તેમજ સારી પ્રેરણા જરૂર પડે છે.આજના સમયમાં લોકોને પ્રેરણાનો સ્ત્રોત મોટીવેશનલ સ્પીકર દ્વારા પૂરો પાડવામાં આવે છે ગુજરાતી મોટીવેશનલ સ્પીકરમાં પારસ પાંધી યુવાનોમાં ખૂબ પ્રચલિત થયા છે ત્યારે રાજકોટ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ક્રીશિવ ઈવેન્ટ દ્વારા ગુજરાતી મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીના ધબકતી ક્ષણ મોટીવેશનલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પારસ પાંધીનું મોઘેરા મહેમાનોના હાથે પુષ્પગુચ્છ તથા ઓર્ગેનાઇઝર પુનમબેન દવેના હસ્તે સિલ્ડ તથા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.જનરેશન ગેપ જૂની પેઢી નવી પેઢી વચ્ચેનું અંતર દૂર કરવા તેમજ યુવાનોને કારકિર્દી તરફ ફોક્સ કરવા હેતુસર ધબકતી ક્ષણ શો યોજવામાં આવ્યો હતો.પારસ પાંધીએ હોલમાં ઉપસ્થિત તમામ લોકોને તેમની સાથે કનેક્ટ કરી ખૂબ મોટીવેટ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ક્રીશિવ ઈવેન્ટના ઓર્ગેનાઇઝર પૂનમબેન દવે તથા તેમના ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટીયન્સએ મને ખુબ પ્રેમ આપ્યો છે:પારસ પાંધી
ગુજરાતી મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીએ જણાવ્યું કે,રાજકોટ મારૂ મનગમતું શહેર છે.અહીં મારે ફિલોસોફી ન કરવાની હોય રાજકોટના લોકો મને હ્ર્દયથી આવકારે છે.હું જે બોલો છું એ ઉત્સાહથી સાંભળે છે. રાજકોટ રંગીલું અને રાજકોટીયન મોજીલા છે.ધબકતી ક્ષણથી જનરેશન ગેપના સબંધોમાં મીઠાસ અને સમજણ લાવવાનો પ્રયાસ કર્યો છે.
યુવાનોને કારકિર્દીમાં મોટીવેશનથી માર્ગદર્શન પુરૂ પાડવાનો પ્રયાસ કર્યો છે: હિતેશ ચાવડા
યુનિક ઇવેન્ટના હિતેશ ચાવડાએ જણાવ્યું કે આજે યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત છે.યુવાનો તેમને ખૂબ સાંભળે છે.ત્યારે યુવાનોને કારકિર્દીમાં મોટીવેશન વળે માર્ગદર્શન પુરૂ પાડવા ધબકતી ક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પારસ પાંધી યુવાનોના રોલ મોડલ બન્યા છે:પૂનમબેન દવે
ક્રીશિવ ઈવેન્ટના ઓર્ગેનાઇઝર પૂનમબેન દવેએ જણાવ્યું કે, ધબકતી ક્ષણથી નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના અંતરને દૂર કરવા તેમજ સમજણ કેળવાનો અમે પ્રયાસ કર્યો છે.
પારસ પાંધી યુવાનોમાં ખૂબ વર્ચસ્વ ધારેવ છે સાથોસાથ યુવાઓના રોલ મોડલ બન્યા છે.