Abtak Media Google News

છેલ્લા 5 વર્ષથી યોજાતા વહાલુડીના વિવાહમાં અત્યાર સુધી 113 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા!!!

આ વિવાહનો પ્રસંગ નથી, આતો મહોત્સવ છે: કિરીટભાઈ આદરોજા

23 દીકરીઓને 250 થી વધુ વસ્તુઓનું કરીયાવર આપવામાં આવ્યો

દેશ વિદેશમાં પોતાની સેવા પ્રવૃતિથી સુવાસ પ્રસરાવનાર ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ર3 દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામા આવ્યા હતા.  સતત પાંચમા વર્ષે ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ અને રોકડ ગ્રૂપના સંયુકત ઉપક્રમે 23 દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજયો હતો.

Advertisement

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે 23 દીકરીઓના ભવ્ય લગ્ન કરવામાં આવ્યા છે એટલું જ નહીં આયોજકોનું માનવું છે કે વાલુડીના વિવાહ એ હવે બ્રાન્ડ બની ગયું છે. એટલુંજનહીં આ એક પ્રસંગ નહીં પરંતુ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ માટે એક મહોત્સવ છે જેમાં દરેક સભ્યોને પોતાની જવાબદારી નિભાવવાની સોનેરી તક મળે છે. સમૂહ લગ્ન ની વ્યાખ્યા અને ભુલાવી અત્યંત ઝાંઝરમાં રીતે લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો છે જેમાં 23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગને દીપાન્વીત કરવા માટે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સાથો સાથ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સહિત અનેક રાજકીય આગેવાનો સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 15 7

વાલુડીના વિવાહના મુખ્ય દાતા ધીરુભાઈ રોકડ તથા તેમના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં આગામી વર્ષે આ આયોજનને અત્યંત વધુ સારું બનાવવા માટે ટ્રસ્ટના કાર્યકરોને હાકલ પણ કરવામાં આવી હતી. તરફ 23 થી કર્યો ની શાહી એન્ટ્રી કરવામાં આવતા ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેઓએ તેમના આશીર્વાદ પણ દીકરીઓ પર વરસાવ્યા હતા. ઉમા આયોજકોએ પણ ભીની આંખો સાથે 23 દીકરીઓને વિદાય આપી હતી અને સફળ જીવન અને સુખી જીવન જીવવા માટેના આશીર્વાદ પણ આપ્યા હતા.

આદ્રોજા પરિવાર દ્વારા દરેક દીકરીઓને એક-એક તોલુ સોનુ આપવામાં આવ્યું

Screenshot 19 1

રાજકોટ શહેરના એન્જલ પમ્પ ગ્રુપના રેવાબેન આદ્રોજા અને શિવલાલભાઈ આદ્રોજા પરિવાર દ્વારા આ લગ્નોત્સવની તમામ 23 દીકરીઓને 1-1 તોલા સોનાની ભેટ પણ આપવામા આવી છે. સંસ્થા દ્વારા તમામ દીકરીઓને મહેંદી મૂકવાની અને લગ્નોત્સવ વખતે દુલ્હન સ્વરૂપ તૈયાર કરવા બ્યુટી પાર્લર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહારગામથી આવતી દીકરીઓના ઉતારા માટે હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ દીકરીઓનો રૂપિયા પાંચ લાખની રકમનો એક વર્ષની અવધિનો એક્સિડેન્ટલ વીમો પણ સંસ્થા દ્વારા ઉતારાવવામા આવ્યો છે.

વાલુડીના વિવાહ હવે ગુજરાત નહીં ભારતમાં એક બ્રાન્ડ બની ગઈ છે: કિરીટભાઈ આદ્રોજા

Screenshot 16 3 1

એંજલ પંપના કિરીટભાઈ આદરોજાએ જણાવ્યું હતું કે વાલુડીના વિવાહ હવે રાજકોટ પૂરતા જ નહીં પરંતુ ગુજરાતની સાતો સાત ભારતમાં એક બ્રાન્ડ તરીકે ઉદભવીત થયું છે. છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટના 200થી વધુ કાર્યકરો દ્વારા જે અથાગ મહેનત અને પરિશ્રમ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે વાલુડીના વિવાહ ખૂબ સારી રીતે પાર પડ્યા છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે, આજે જે 23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા તે અવસર નહીં પરંતુ મહોત્સવ તરીકે છે એક દિવ્ય વાતાવરણ ઊભું થયું છે. ત્યારે આગામી વર્ષે પણ આનાથી પણ સુચારું આયોજન સાથે ભવ્યાથી ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાય તેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

23 દીકરીઓની શાહી એન્ટ્રી સાથે ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા

Screenshot 17 2 1

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 5માં વર્ષે વાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિ ઠાઠ સાથે  6 બગી, 3 ઘોડેસવાર સાથે વાજતે ગાજતે જાન આવી હતી. સાથે આ પ્રસંગનો શુભારંભ પણ થયો હતો. સંસ્થા પરિવાર દ્વારા બધી જાન અને દીકરીઓના પરિવારનું આનંદ અને ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરવામા આવ્યું હતું. એટલુંજ નહીં લગ્ન પ્રસંગે 23 દીકરીઓની શાહી એન્ટ્રી પણ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મહેમાનોએ મુક્ત મને માણી હતી.

250થી વધુ વસ્તુઓ કરિયાવરમાં અપાઈ

Screenshot 18 1

વાલુડીના વિવાહમાંજે  23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા  તે તમામ દિકરીઓને કરિયાવરમાં 250થી વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી છે. જેમાં ફર્નિચર, સોના-ચાંદીના દાગીના, કપડાં, વાસણ સહિતનો સમાવેશ થાય છે. 23 દીકરીઓના લગ્ન મંડપને પણ કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. કરિયાવર ને નિહાળવા માટે ઉપસ્થિત મહેમાનો ખૂબ લાંબા સમય સુધી દરેક ચીજ વસ્તુઓને નિહાળી હતી અને ભવ્યતાની અનુભૂતિ પણ કરી હતી.

વહાલુડીના વિવાહ મહોત્સવને વર્ણવા કોઈ શબ્દ નથી: મુકેશભાઈ દોશી

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મુકેશભાઈ દોશીએ ભાવ થઈને જણાવ્યું હતું કે આજનો જે પ્રસંગ ઉજવવામાં આવ્યો છે તે પ્રસંગને જોઈ ભગવાન પણ તેમના દરેક હાથ પ્રભુતામાં પગલાં પાડેલી દીકરીઓ ઉપર રાખશે. મા તેઓએ જણાવ્યું હતું કે વાલુડીના વિવાહ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દરેક દીકરીઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ વર્ષે યોજાયેલા વાલુડીના વિવાહમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીની જવાબદારી મોટાભાઈ તરીકે સ્વીકારવાનું વચન પણ મુકેશભાઈ દોશી દ્વારા આપવામાં આવ્યું હતું. જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમનું જીવન રહેશે ત્યાં સુધી તે પ્રજ્ઞાચક્ષુ દીકરી ને ભાઈ તરીકે તેની સાર સંભાળ પણ લેશે અને તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.