Abtak Media Google News

Dji 0906

ભવ્ય પોથી યાત્રામાં હાથી, ઉંટ ગાડી, બળદ ગાડા, બગી, બુલેટ સાથે માનવ મહેરામણ ઉમટયું

કળિયુગના હાજરાહજૂર દેવ શ્રી હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં પ્રથમ વખત શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 27 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હરીપ્રકાશદાસ સ્વામીના મુખેથી શ્રોતાગણો ને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથા નિમિત્તે ગઈકાલે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો કથાનું શ્રવણ કરવા આવ્યા હતા.

રાજકોટના ગ્રાઉન્ડ ખાતે સર્વ પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગઈ કાલે શાસ્ત્રીમેદાન થી રેસકોર્સ સુધી એક ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી મેદાન ખાતે 500 થી પણ વધુ પોથીનું પૂજન સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે 2,000 થી પણ વધુ લોકો આ પોથીયાત્રામાં જોડાયા હતા. 40 થી પણ વધુ સાધુ સંતો ની હાજરીથી આ પોથી યાત્રા વધુ પાવન બની હતી,તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને હરિપ્રકાશદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ હતી.પોથીયાત્રામાં નાસીક ઢોલ, ડીજે,બેન્ડવાજા,આફ્રિકન સીદી ધમાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા,તેમજ હાથી,ખુલ્લી જીપ,બુલેટ અને બાઈક નો સમૂહ,ઘોડા,બગી વગેરેએ પોથીયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

સાંપ્રદ સમયમાં યુવાનોમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે,યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટે તેમજ આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ થી માહિતગાર કરવા માટે રાજકોટમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન પાછળનો મુખ્ય હેતુ સર્વ સમાજને સાથે રાખી ચાલવાનો તેમજ દરેક સમાજના લોકોમાં દેશદાજ પ્રજ્વલિત કરવાનો છે,સાથે જ ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો છે. આ ઉત્તમ હેતુથી શરૂ થયેલી હનુમાન ચાલીસા યુવા કથાના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની વણઝાર બાદ હરિપ્રકાશદાસ સ્વામીના મુખેથી કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.

Hariprasaddas Swami 3 જેમણે પણ આમાં ભાગ લીધો છે તે બધાનું દાદા ખૂબ ભલું કરે એવી પ્રાર્થના : હરિપ્રકાશદાસ સ્વામી

રંગીલા રાજકોટ શહેરને આંગણે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે,તેથી રાજકોટની ધર્મ પ્રેમી જનતાને એક કપિલ કરું છું કે,આ કથાનો લાભ જરૂરથી લેજો.આ કથા દ્વારા યુવાનોને અને સમાજને એક સાચી રાહ બતાવી શકાય એવો એક પ્રયાસ છે અને આ કથાના માધ્યમથી આપણું જીવન બદલાઈ,આપણા જીવનમાં પ્રગતિ થાય એટલા માટે સાળંગપુર દાદા ને પણ પ્રાર્થના કરું છું.જેમણે પણ આમાં ભાગ લીધો છે તે બધાનું દાદા ખૂબ ભલું કરે એવી પ્રાર્થના.

આજરોજ 500 થી પણ વધુ પોથીનું પૂજન કરવામાં આવ્યું છે : નિતેશભાઈ કથીરિયા

અબતક સાથે થયેલી ખાસ વાતચીતમાં હનુમાન ચાલીસા યુવા કથા સમિતિના નિતેશભાઈ કથીરિયા જણાવે છે કે,હનુમાન ચાલીસા યુવા કથા નિમિત્તે આજરોજ 500 થી પણ વધુ પોથીનું પૂજન સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે થયુ છે.ભવ્ય પોથી યાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળવા જઈ રહી છે અને કથા સ્થળ રેસકોર્સ ખાતે પહોંચશે. 40 થી પણ વધારે સાધુ-સંતો આ પોથી યાત્રામાં જોડાયા છે.હાથી,ઘોડા,લાઈવ બેન્ડ,બાઈક વગેરે સાથે આ ભવ્ય પોથી યાત્રા નીકળવા જઈ રહી છે. રાજકોટમાં સર્વ પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથા નું આયોજન કરવામાં આવ્યું છે,જે ખાસ યુવાનો માટે કરવામાં આવ્યું છે,યુવાનોને ધ્યાને રાખી,યુવાનો આપણા ધર્મ પ્રત્યે વધુને વધુ પ્રેરિત થાય તે માટે આ કથા નું આયોજન કરવામાં આવ્યું છે,હાલ 2000 થી પણ વધુ ભક્તો આ પોથીયાત્રામાં જોડાયા છે અને કથા સ્થળ પર 25000 થી પણ વધુ ભક્તો બેસી શકે અને કથાનું શ્રવણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં આવી ખૂબ સારો અને પાવન માહોલ લાગી રહ્યો છે : અમિત અરોરા (મ્યુનિસિપલ કમિશનર – રાજકોટ)

અબતક સાથે થયેલી વાતચીતમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એ જણાવ્યું હતું કે,નવું વર્ષ આવવાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે ખાસ કરીને યુવાનો ધાર્મિક અને સંસ્કારિક પ્રવૃત્તિ સાથે આગળ વધે એ માટે શ્રી હનુમાન ચાલીસા યુવા ગ્રુપ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આજે તેના શુભારંભ પ્રસંગે શાસ્ત્રી મેદાનથી રેસકોર્સ સુધીની ભવ્ય પોથી યાત્રા નીકળી છે,ત્યારે તેના પ્રસ્થાન કાર્યક્રમમાં મેં હાજરી આપી છે અને આશીર્વાદ લીધા છે, અહીં આવી ખૂબ સારો અને પાવન માહોલ લાગી રહ્યો છે.આ માહોલમાં યુવાઓને ખૂબ સારો સંદેશ પહોંચશે એવી શુભેચ્છા અને આ કથા સુચારૂ રૂપ સાથે સારી રીતે યોજવામાં આવશે એવી શુભેચ્છા બધાને પાઠવું છું.

યુવાનો ધર્મ પ્રત્યેક જાગૃત થાય એ માટે આ કથાનું આયોજન

અબતક સાથે થયેલા સંવાદમાં હનુમાન ચાલીસા યુવા કથા ના આગેવાન જણાવે છે કે,આજે સાંજે આ હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા.આજે હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રથમ દિવસ છે આ કથાનો મુખ્ય હેતુ,યુવાનો અવળા માર્ગે જાય છે,જે ના જાય અને પોતાના ધર્મ પ્રત્યે વધુને વધુ જાગૃત થાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે.ખાસ 31 તારીખે યુવાનો એ બીજી ઉત્તર પ્રવૃત્તિઓ કરે છે તેના બદલે તેનો હનુમાનજી પર વિશ્વાસ અને ભક્તિભાવ વધે તે માટે અમે હનુમાન જયંતી ઉજવવા જઈ રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.