Abtak Media Google News

કેળામાં ઘી કેળા ક્યારે ?

માળખાગત સુવિધાઓના અભાવને કારણે ફળાઉ અને નાશવંત વસ્તુઓની નિકાસ રૂંધાઇ રહી છે

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને સરકાર એફપીઓ બનાવે તો ગુજરાતના કેળાની માંગ વૈશ્વિક બજારમાં વધુ જોવા મળશે : જી.આર ગોહિલ

વિશ્વની સરખામણીમાં ભારતમાં નાશવંત ચીજ વસ્તુઓની સંખ્યા 33% છે જ્યારે વિદેશમાં તે આંકડો માત્ર બે થી ત્રણ ટકા પૂરતો જ સીમિત છે ત્યારે કોઈ પણ ફળ અથવા તો નાશવંત અનાજ ભારતમાં કોઈ એક સ્થાન ઉપરથી બીજે સ્થાને પહોંચે તો તે નાશવંત બની જતું હોય છે જેની પાછળ માળખાકીય સુવિધા નો અભાવ હોવાનું સૌથી મોટું કારણ સામે આવ્યું છે ત્યારે સરકારે આ વાતની ગંભીરતાને સમજવી હતી આવશ્યક છે અને હાલ કેળાની જો વાત કરવામાં આવે તો કેળા પણ નાશવંત ફળોમાં જ આવે છે ત્યારે તેની જાળવણી કરવા માટે સરકારે યોગ્ય માળખાકીય સુવિધા ઉભી કરવી જરૂરી છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે ખેતી લગતી દરેક જણસીઓ પછી તે ફળ હોય કે ફૂલ તેનું યોગ્ય ઉત્પાદન કરી ખેડૂતોને પૂરતા ભાવ મળે તે અત્યંત જરૂરી છે તેના માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જો કેળાની વાત કરવામાં આવે તો ભારત કેળા ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે છતાં નિકાસમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતનું જે વર્ચસ્વ હોવું જોઈએ તે જોવા મળતું નથી. માટે સૌથી વધુ જરૂરી એ છે કે ભારત કેળા ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ હોય તો તેની નિકાસ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધવી જોઈએ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેળાનું પુષ્કળ ઉત્પાદન થાય છે ત્યારે કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ આ અંગે વાતચીત કરતા અનેક રોચક વાત કરી હતી.

એ વાત સ્પષ્ટ છે કે કેળા નાશવંત શ્રેણીમાં આવે છે જેના માટે સરકારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ખૂબ જરૂરી છે. કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે આ પૂર્વે કેળાનું વાવેતર કોસ્ટલ વિસ્તારમાં ભા કરવામાં આવતા હતા પરંતુ વાતાવરણમાં હવે બદલાવ આવવાના કારણે કેળાનું ઉત્પાદન કોઈપણ સ્થાને થઈ શકે છે. વૈશ્વિક સ્તર ઉપર વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે તેનાથી કેળાના ઉત્પાદનમાં ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. એટલું જ નહીં ગુજરાતના કેળા ની ગુણવત્તા અન્ય રાજ્યના કેળાની સરખામણીમાં ખૂબ જ વધુ છે ત્યારે જો યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવે તો ખેડૂતોને કેળાના પૂરતા ભાવ પણ મળતા રહેશે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને સરકારે એફપીઓનું નિર્માણ કરવું જોઈએ જેથી તાલુકા સ્તર ઉપર કેળાના ઉત્પાદન કરતા ખેડૂતોનો એક સમૂહ બને અને તેઓ નિકાસ માટે પ્રોત્સાહિત થઈ શકે.

બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે જે વિસ્તારમાં કેળાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં ખાતરનો પણ રોલ ખૂબ મહત્વનો છે જો પૂરતું ખાતર અને પૂરતા પ્રમાણમાં ખાતર નાખવામાં ન આવે તો જે ગુણવત્તા કેળાની હોવી જોઈએ તે જોવા મળતી નથી અને પરિણામ વર્ષ જે ભાવ મળવો જોઈએ તે પણ મળતો નથી. વધુમાં કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કેળાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે પરંતુ તે વિસ્તારમાં કેળાનો મબલક પાક લેવા માટે ખેડૂતો ખાતરનો વધુ ઉપયોગ કરતા હોય છે જે ખરા અર્થમાં યોગ્ય નથી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ખેડૂતોએ તેમના જમીનના માટીની ચકાસણી એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું જોઈએ જેથી તેઓને અંદાજ આવી શકે કે તેમના જમીનની માટી કેટલી વડોદરા રૂપ છે અને તેમાં વાવવામાં આવતા કેળા કેટલા અસર કરતા અને ઉપયોગી સાબિત થશે.

વિકાસ કરવા માટે કેળાની ગુણવત્તા હોવી એટલી જ જરૂરી છે ત્યારે યોગ્ય રીતે અને ટીશ્યુ કલ્ચરને જો ખેડૂતો અપનાવે તો તેમના કેળાની મબલક આવક શક્ય બનશે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ટીસ્યુ કલ્ચરમાં બનતા કેળા ની ગુણવત્તા ઉગાવામાં આવેલા કેળા કરતાં ખૂબ જ વધુ છે અને તેની ઓરીજીનાલિટી યથાવત રીતે જળવાઈ છે. ભારતના અર્થતંત્રને પાંચ અમેરિકન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યમાં કૃષિ અને ખાસ કરીને વિકાસ ક્ષેત્રને ખૂબ જ મહત્વ અપાય રહ્યું છે

કૃષિ પેદાશ અને નાશવંત ઝણસની જાળવણીની વ્યવસ્થા માટે હજુ આપણા દેશમાં ઘણું જ ખૂટે છે ભારતીય કૃષિ પેદાશોમાં ફળોની પણ વિશ્વભરમાં માંગ છે પરંતુ વ્યવસ્થા ના અભાવને કારણે ક્યાંક ક્યાંક હજુ આપણે પાછળ રહેવાની ફરજ પડી છે. કેળાની જ વાત કરીએ તો ભારતમાં વિશ્વના સૌથી વધુ કેળા ઉત્પાદન થાય છે પરંતુ વૈશ્વિક બજારમાં ઇક્વેડોર અને ફિલિપાઇન્સ નું રાજ ચાલે છે. શ્રાવણ મહિનામાં આપણે ખૂબ કેળા ખાધા અને ભાવ પણ સારા આપ્યા ત્યારે એ જાણવું જરૂરી છે કે ભારતમાં કેળાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે પરંતુ વૈશ્વિક બજારમાં વિકાસકાર દેશ તરીકે રાજ ચાલે છે.

ભારતના કેળાની નીકાસ વર્ષ ૨૦૨૨માં ૨૧૩ કરોડ સુધી પહોંચી

કેળાના યોગ્ય નિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે કેન્દ્રીય વેપાર મંત્રાલય અને ખાધ અને જાહેર પુરવઠા વિભાગ દ્વારા  નિકાસને પ્રોત્સાહન મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ગત 9 વર્ષમાં આઠ ગણી  કેળાની નિકાસ વધી છે. એપ્રિલ-મે 2013ના 26 કરોડના આંકડાને વટાવીને વર્ષ 2022 સુધીમાં 213 કરોડ પહોંચી છે. વૈશ્વિક બજારમાં વર્ષ 2021 માં દુબઈ ઇરાક ઓમાનની બજારોમાં ભારતે 157.86 મિલિયન ડોલર ના કેળાની નિકાસ કરવામાં સફળતા મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.