Abtak Media Google News

લોકડાઉનમાં મુકિત પાસા હોવા છતાં માર મારી ગુનો દાનલ કર્યો હતો

આ બનાવની વિગત એવી છે કોરોના મહામારીના લોકડાઉનના સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ ચાલુ રાખવા મામલતદાર દવારા મુકિત પાસ આપવામાં આવેલ હતો. આ કામના ફરીયાદી હરીશ તેજાભાઈ મકવાણાને તેઓના કાકા ત્રિકમ ખેતા મકવાણાની સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનો મુકિત પાસ કલ્યાણપુર મામલદાર કચેરી તરફથી ઈસ્યુ થયેલ હતો અને તેથી તેઓ કામગીરી કરતા હતા. દરમ્યાન કલ્યાણપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ ઝેડ.એલ.ઓડેદરા, વીંજાભાઈ ઓડેદરા અને હેભાભાઈ વસરા ત્યા આવી અને ફરીયાદીનો મુકિતપાસ જોયા વગર જ્ઞાતિપ્રત્યે હડધત કરી માર મારેલ અને ત્યાંથી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પણ આડેધડ માર મારી અને ગુનો દાખલ કર્યો હતો.

ત્યારબાદ ફરીયાદી ખંભાળીયા જનરલ હોસ્પીટલમાં સારવાર લીધેલ અને એમ.એલ.સી કઢાવેલ અને પોલીસ વિરુધ્ધ એસ.પી ને ફરીયાદ કરેલ પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નહી. તેથી ફરીયાદી  હાઈકોર્ટમાં ત્રણેક વખત અરજીઓ કરેલ અને  હાઈકોર્ટે એડી.સેસન્સ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવાનું સમન્સ કરેલ. જેથી ફરીયાદીએ વકીલ પીયૂષ.કે.સોલંકી મારફત એટ્રોસીટીની સ્પેશીયલ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ જેમાં નામ. કોર્ટ દવારા સી.આર.પી.સીની કલમ 202 મુજબ ઈન્કવાયરી દાખલ કરેલ.જેમાં ફરીયાદીએ  કોર્ટ સમક્ષ સજજડ પુરાવા રજુ રાખેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ કરેલ જેથી એટ્રોસીટીની સ્પેશીયલ કોર્ટે ફરીયાદી તરફેની દલીલ ગ્રાહય રાખી કલ્યાણપરના તત્કાલીન પી.એસ.આઈ ઝેડ.એલ.ઓડેદરા, વીંજાભાઈ ઓડેદરાઅને હેભાભાઈ વસરા સામે પ્રોસેસ ઈસ્યુ કરવા હુંકમ કરેલ છે. ફરીયાદી તરફ કલ્યાણપરના યુવા વકીલ પી.કે.સોલંકી રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.