Abtak Media Google News

મેગા બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ સાથે ફ્રી દવા વિતરણ કરાઇ: નવનિયુકત ધારાસભ્યો રહ્યા ખાસ ઉપસ્થિત

અબતક, રાજકોટ: જે.કે. વેલનેસ ફાઉન્ડેશન તેમજ લોઠડા, પિપલાણા, પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશનના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તથા ફ્રી દવા વિતરણ, સ્નેહમિલન તથા એસોસિએશનથી વર્ષ 2022-23 ની ડીરેકટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વશરામ સાગઠીયા, પૂ. વિશિષ્ટનાથજીબાવા ભવનાથ આશ્રમ, સાંસદ રામભાઇ  રામભાઇ મોકરીયા, ખોડલધામના સેક્રેટરી જીતુભાઇ વસોયા તથા અલગ અલગ એસોસિએશનના હોદેદારો અને અમારી ટીમ સૌ સાથે જોડાયા હતા.

અમારા એસો. અને વેલનેસ ફાઉન્ડેશન માટે સોનેરી દિવસ: જયંતિભાઇ સરધારા

જયંતિભાઇ સરધારાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમારા એશો. અને વેલનેસ ફાઉન્ડેશનનો સોનેરી દિવસ છે. આજે બન્ને સંસ્થાઓ વતી ખુબ મોટો રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ  એસોસિએશનની ડિરેકટરીનું લોન્ચીંગ તથા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન અને નવા વર્ષનું એશો.નું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યુ છે. એ લોકોને અમે પ્રોત્સાહન માટે ભેટ પણ આપેલ છે. અને સાંજના  કાર્યક્રમમાં પણ અમારો અપેક્ષા મુજબ તમામ મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા છે. આજના આખા દિવસના કાર્યક્રમમાં તમામ લોકોએ ખુબ આનંદ માણ્યો છે.

આ સેવાના કાર્યક્રમને હ્રદયપૂર્વક બીરદાવું છું: મેયર ડો. પ્રદિપ ડવ

કાર્યક્રમમાં વિશેષ ઉ5સ્થિત રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદિપ ડવે ‘અબતક’ સાથે ખાસ વાત કરી હતી. અને જણાવ્યું હતું કે, આજે આ ખુબ જ સુંદર આયોજન કરેલ છે. જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે દવા વિતરણ વગેરે આયોજન કરેલ છે. જયંતિભાઇ સરધારા અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં વૃક્ષારોપણ અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. કોવિડની સ્થિતિમાં પણ તેમણે મજુરોની કાયમી ચિંતા કરી હતી. ગરીબ દીકરીઓના સમુહ લગ્ન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આજે નવનિયુકત ધારાસભ્યો ભાનુબેન બાબરીયા,  રમેશભાઇ ટીલાવા અને ડો. દર્શિતાબેન નુઁ સન્માન કરવામાં આવ્યું છે. જેમાં અનેક સ્થાનીક ઉઘોગપતિઓ પણ જોડાયા હતા. હું એશો.ની કામગીરીને હ્રદયપૂર્વક બિરદાવું છે અને શુભેચ્છા પાઠવું છું.

સમગ્ર કાર્યક્રમ માટે જયંતિભાઈ સરધારાએ ખુબ પરિશ્રમ કર્યો: ડો. દર્શિતાબેન શાહ

ડે.કલેકટર અને હાલના નવનિયુકત બનેલા ધારાસભ્ય દર્શિતાબેન શાહ કાર્યક્રમમાં ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. તેમણે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે આ પંચરત્ન સેવા કાર્યક્રમનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામ નવનિયુકત ધારાસભ્ય નું સન્માન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ માટે જેન્તીભાઇ સરધારાએ ખુબ પરિશ્રમ કર્યો છે. ખુબ મહેનત કરી છે. એક લાગણીથી આ જોવાનું કામ કર્યુ છે. જેન્તીભાઇએ જે.કે. વેલનેસ ફાઉન્ડેશનના માઘ્યમથી રકતદાન સર્વરોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણ કીટ વિતરણ કાર્યક્રમ પુસ્તક વિતરણ કાર્યક્રમ કોઇપણ કામ હોય તેમા તે હંમેશા જોડાયા છે.  ત્યારે તેના આ સેવાના કાર્યક્રમ માટે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.