Abtak Media Google News

એક પ્રોપર્ટીના સરકાર માત્ર રૂ.15 ચુકવતી હોય ઉપરાંત  8 કરોડનું લેણુ બાકી હોવાથી જીલ્લા કલેકટરને આવેદન

વિવિધ પ્રશ્ર્નોને લઈને ગુજરાત લેન્ડ સર્વે એસોસીએશને જીલ્લા કલેકટરને આવેદન પાઠવી આગામી તા.28મી કામગીરી બંધ કરી લાયસન્સ જમા કરાવવાની ચીમકી ઉચ્ચારી છે.

આવેદનમાં જણાવાયું હતુ કે સ્વામીત્વ યોજનાના એક પ્રોપર્ટીના માપણીના 15 રૂપિયા નો સરકાર ના નિર્ણય ને પુન: વિચારણા કરી સરકાર ના પરિપત્ર મુજબ પ્લોટ માપણી ફી ના રૂ . 300 / – અને અરજન્ટ 800 / – રૂપિયા સરકારી ફી સીટી સરવે ઝડપી માપણી ફી જે ચાલતી હોય તો તેમાં ટ્રાવેલિંગ એલાઉન્સ તથા અન્ય ખર્ચા ઉમેરી ને નવેસર થી પરિપત્ર બહાર પાડવામાં આવે છે.

અધિકારીઓની સૂચના ઓ મુજબ કામગીરી ન કરવા માં આવે તો લાયસન્સ રદ કરવાની ધમકી ઓ આપી ગુલામી કરવી પડે છે તો તે દુર કરવા શહેરી વિકાસ સત્તામંડળ તથા કોર્પોરેશન માં એન્જીનીયરને લાયસન્સ આપવા મા આવે છે . તે સમાન પધ્ધતિ અમલ કરવામાં આવે  8 કરોડ રૂપિય ગુજરાત મા લાયસન્સ સરવેયારો ના બાકી નાણા તાત્કાલિક ચુકવવા તથા દરેક જીલ્લા માંથી માહિતી મંગાવી જે કઈ નાણા આ ઉપરાંત ચુકવવા મા આવે તે મુજબ નિકાલ કરવામાં આવે.

રીસરવે દરમિયાન સરકાર ના પરિપત્રો તથા ઠરાવો નો અધિકારી   ઓ તથા કર્મચારી ઓ ધ્વારા એજન્સી ઓ નું સુપરવિઝન કરતા ઠરાવ નો અમલ કરેલ નથી અને સાચી કામગીરી થયેલ નથી તેના ઉપર સહી સિક્કા ઓ કરી 1200 કરોડ ઉપરાંત ખર્ચ સરકાર ને માથે પડેલ છે . તેમ છતાં પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માં આવેલ નથી જયાર એલઆઈઆર કહ્યા મુજબ આયોજન નો અમલ ન કરતા લાયસન્સ રદ કરેલ તેની અપીલ ચલાવી સત્ય હકીકત જાણી લાયસન્સ આપવા બાબત આવા કેસો માં ઝડપ થી મુદતો આપી નિકાલ કરવામાં આવે.

લેન્ડ ગેબીંગના તથા કોર્ટ મેટર ના કેસો લાયસન્સી સર્વેયરો ની જગ્યા એ સર્વેયરો ને આપવાની પ્રથા દાખલ કરવી કારણ કે સરકારી સર્વેયરો ઉપર કેસો થાય ત્યારે સરકાર ધ્વારા સરકારી વકીલની સગવડો આપવા માં આવે છે. તેવી માંગ છે.

15 મી ઓગસ્ટ ધ્વજવંદન કાર્યક્રમ બાદ લાયસન્સી સર્વેયરો 15 મી થી 25 ઓગસ્ટ સુધી કાળી પટ્ટી ધારણ કરશે.

25 ઓગસ્ટ સુધી ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ ન થાય તો 28 ઓગસ્ટ થી લાયસન્સ સરવેયરો કામગીરી બંધ કરવા માં આવશે.

28 ઓગસ્ટ ના રોજ એકત્ર કરેલ લાયસન્સ  અને જમીન દફતર નિયામક  ને સ્વૈચ્છીક જમા કરાવવામાં આવશે અને લાયસન્સી સર્વેયરો દ્વારા જો રોજગારીને અનુલક્ષીને લાયસન્સ જમા કરાવવામાં નહિ આવે તો તેઓનું આર્થિક શોષણ ન થાય અને ભ્રષ્ટાચાર તરફ ન જાય તે સારૂ આર્થિક સમસ્યા ઓનિકાલ માટે નામદાર હાઈકોર્ટનો આશરો લેવામાં આવશે.તેમ ગુજરાત લેન્ડ સર્વે એસોસીએશન દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.