Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં ડેટા સાયન્સ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ: રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન, આઈસીએમઆર, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર જનરલ પદ્મ સિંઘ, ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ, કોલકતાના પૂર્વ પ્રોફે. બીકાસ સિન્હા, દિલ્હીના ક્ધસલ્ટન્ટ એડવાઈઝર એ.કે. નીગમ કી-નોટ સ્પીકર તરીકે પ્રતિભાગીઓને માર્ગદર્શન આપ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં “”Recent Trends on Applied Statistics  Data Science “” In the memory of 100th Birthday of Prof. M.N. Das વિષય પર ર8-29, જાન્યુઆરીના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.

આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન, ICMR, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર જનરલ પદ્મ સિંઘ, ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ, કોલકતાના પૂર્વ પ્રોફે. બીકાસ સિન્હા, IASRI, દિલ્હીના ક્ધસલ્ટન્ટ એડવાઈઝર એ.કે. નીગમ કી-નોટ સ્પીકર તરીકે તથા સમગ્ર ભારતમાંથી જુદા જુદા વિષય નિષ્ણાંતો આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિભાગીઓને માર્ગદર્શન આપેલ હતું.

આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી 125 થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

Screenshot 9 23

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવન દ્વારા આયોજીત આ રાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજનથી સંશોધનને વેગ મળશે. કુલપતિ  એ યુવાનોને અપીલ કરી હતી કે યુવાનો શિક્ષણ અને સંશોધન થકી રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી બને.

આઈ.સી.એમ.આર., નવી દિલ્હીના પ્રોફે. પદમ સિંઘે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સંશોધન એ રાષ્ટ્રના વિકાસનું મહત્વનું પરિબળ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ સાથે સંશોધનનું કાર્ય કરી રહી છે એ ખુબ આનંદની વાત છે.

આઈ.એ.એસ.આર.આઈ. ના પૂર્વ પ્રોફે. એ.કે. નિગમે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. સ્ટેટીસ્ટીકસમાં કાર્ય કરતા વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકશ્રીઓને આ કોન્ફરન્સના માધ્યમથી સારી માહિતી મળી રહેશે.

ડો. આશિષ દાસે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી એપ્લાઈડ સ્ટેટીસ્ટીકસ અને ડેટા સાયન્સ ક્ષેત્રમાં વધુ સારું કાર્ય થશે.

આ રાષ્ટ્રીય કોન્ફરન્સનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું.

આ રાષ્ટ્રીય કોન્ફરન્સની સફળતા માટે પ્રોફે. કિશોરભાઈ આટકોટીયા, ડો. દિશા રાંક તથા ડો. મયુર સવસાણી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.