Abtak Media Google News

પ્રાકૃતિક ખેતીના અભિગમ અને જરૂરિયાત અંગે સમજ  મળતા એ માર્ગ વળ્યા: આનંદભાઈ (ખેડુત)

 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રામનગરના યુવા બંધુ ખેડૂત ભાઈઓ આનંદ પટેલ અને નિધાનમ પટેલ  દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનુ ઉત્પાદન કરીને પોતાના ખેતરમાં જ અલગ અલગ ફ્લેવર માં દેશી ગોળનુ ઉત્પાદન કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.

Dsc 0029

આનંદભાઇના પિતા 57 વર્ષિય મનુભાઈ પટેલ જણાવે છે કે, તેમના બંન્ને પુત્રો તેમની 50 વિધા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતે પણ વ્યવસાયે ખેડૂત છે. પરંતુ રાસાયણિક ખેતી કરતા હતા. તેમના પિતા અને દાદા પહેલા ગોળ બનાવવાનું કામ કરતા પરંતુ મોટી જમીનમાં પોતે ખેતી કરતા હોઇ તેમને ગોળ બનાવવાનું બંધ કર્યું હતું. આત્મા સાથે જોડાયા બાદ તેમના બંન્ને પુત્રોએ આ ખેત પદ્ધતિ અપનાવી પોતાના પાકનું મૂલ્યવર્ધન કરવા શેરડીમાંથી ગોળ તેમજ મગફળી માંથી સીંગતેલ બનાવવાનું શરૂ કર્યું છે.

વધુમાં જણાવે છે કે ખેતી તેમને વારસામાં મળેલ વ્યવસાય છે. તેથી તેઓ 2018 પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણ નો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો.  પરંતુ અમને પ્રાકૃતિક ખેતીના અભિગમ અને જરૂરિયાત અંગે સમજ મળી. રાસાયણિક ખેતી માં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.

રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ અંગેની ઝુંબેશ અંગે જાણકારી મેળવીને પ્રાકૃતિક ખેતીમાં શેરડીની સાથે મગફળી, ઘઉં, શાકભાજી,આંતર ખેડ કરી સૂર્યમૂખી, કપાસની ખેતી 100% ડ્રિપથી કરી રહ્યા છે. જેથી પાણીની બચત થાય અને જમીનનો ઓર્ગેનિક કાર્બન 2.37 થયો છે.

આણંદ ખાતે પ્રાકૃતિક ખેતી ની તાલીમ લીધા બાદ આ ખેતી દ્વારા હાલના સમયમાં ગાય આધારિત દેશી પદ્ધતિથી ચાર વિધા દેશી શેરડીનુ ઉત્પાદન કરીને ઘરના પાછળના ભાગમાં ખેતરમાં જ ભઠ્ઠી બનાવીને દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું જેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ વાપરતા નથી, શેરડીનો રસ ચોખ્ખો કરવા માટે દેશી ભીંડીને ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ શેરડીનો રસ ઠરે ત્યારે 1 કીલો, 2 કીલો, 5 કીલો અને 10 કીલોના ફમાઁમાં ગોળ ઠારવામાં આવે છે.ગયા વર્ષે 2021-22માં તેમણે પ્રયોગ માટે 2500 કિલો ગોળ બનાવ્યો હતો જેનું 60 રૂ. કિલોના ભાવે વેચાણ કર્યું હતું. આ સાથે તેમણે મગફળી તેલના 50 ડબ્બાનું વેચાણ કર્યું હતું.  આ વર્ષે તેમનો અંદાજ 7000 થી 8000 કિલો ગોળના ઉત્પાદનનો છે. આ વર્ષે તેમણે ગોળમાં નવી વેરાયટી ઉમેરી છે જેમાં ઈલાયચી અને મસાલા ગોળ છે. આ ગોળ 100રૂ. પ્રતિ કિલોએ વેચાણ થાય છે અને લોકો ખાવા માટે શોખથી આ ગોળ લઈ જાય છે.આનંદભાઇએ 30 વિધા જમીનમાં પ્લોટીંગના ઘંઉ વાવ્યા છે. જે સીધા કંમ્પનીમા કરાર કરી બજાર ભાવ કરતા 100રૂ. વધુ ભાવ નક્કી કરી વાવે છે. જેનું ઉત્પાદન 2500થી3000 મણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.