Abtak Media Google News

ચીફ જસ્ટિસની બેંચ દ્વારા ૩૦ ઓકટોબરે સુનાવણી

લોકોને સામાજીક કલ્યાણની યોજનાઓના લાભ મેળવવા તેમજ સરકારી સહાયતા મેળવવા ઈચ્છુક માટે સરકારે આધારકાર્ડને ફરજીયાત કર્યું છે. કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કરતા મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા આ નિર્ણયથી નાખુશ થઈને અરજી કરવામાં આવી હતી. જેના મુદ્દે જસ્ટિસ એ.કે.સીકરી અને અશોક ભુષણની બેંચ ૩૦ ઓકટોબરના રોજ સુનવણી કરશે.

વરિષ્ઠ અધિવકતા તેમજ સાંસદ કલ્યાણ મંત્રી બેનર્જીએ જણાવ્યું હતું કે, આ અરજી તેમણે પહેલા જ દર્જ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાજીક કલ્યાણ માટે સરકારે આધારને ફરજીયાત તો બનાવ્યું છે પરંતુ જેની પાસે આધાર નથી તેમનું શું ? કારણ કે આધાર વગરના લોકો યોજનાઓનો લાભથી વંચિત રહી જશે. જે લોકો પાસે ૧૨ ડિજીટનું બાયોમેટ્રીક આઈડેન્ટીફિકેશન નંબર નથી તેમના માટે અનિવાર્ય આધાર લિંક કરાવવાની ડેડલાઈનને વધારીને ૩૧ માર્ચ કરી દીધી છે. એટોર્ની જનરલ કે.કે.વેનુગોપાલે ચીફ જસ્ટિસ દિપક મિશ્રની બેંચને જણાવ્યું હતું કે આધાર લિંક કરવાની ડેડલાઈનને ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ કરી છે. આ એવા લોકોને લાગુ પડશે જેમની પાસે આધાર કાર્ડ નથી અને તે પંજીકરણ કરવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.