Abtak Media Google News

બોમ્બ અને પત્થરોના ઉપયોગ દ્વારા હિંસા ફેલાવનારા સામે કોઈ બાંધછોડ નહીં: મમતા બેનર્જી

ગુરખાખંડ જનમુકિત મોરચા દ્વારા એક માસના બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે સરકારી ઓફિસો, સિવીક એજન્સીઓ અને બેંકો આજથી બંધ રહેશે.

ગુરખાખંડ જનમુકિત મોરચા દ્વારા બંગાળ સરકાર સામે કરેલી માંગણીઓ બાદ એક કલાકની અંદર સીએમ મમતા બેનર્જી દ્વારા જે પણ લોકો બોંબ અને પત્થરોના ઉપયોગ કરતા હશે તેની માટે કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવેનું ફરમાન કરવામાં આવ્યું હતું.

ગુરખાલેન્ડ જનમુકિત મોરચા દ્વારા ગત ગુરુવારે જંગ છેડી હતી અને બોમ્બ તથા પથ્થર મારા દ્વારા એક ડઝન પોલીસ વાનો તેમજ રાજયની પ્રવાસનની બસો ફુંકી મારવામાં આવી હતી. બેનર્જીએ રાજયની પ્રથમ કેબિનેટમાં આ મામલે રાજભવનમાં ૪૪ વર્ષ બાદ આ મામલો ચર્ચાયો હતો અને આ અંગે નિયમન કરવા માટે પગલું ભર્યું હતું. જેના સંદર્ભે ગુરખાલેન્ડ જનમોરચાના આગેવાન બિમલ ગૌરાંગે તેમના પરના આરોપોને દર કરવા તેમજ લાંબાગાળાથી બંગાળ સરકાર દ્વારા તેમને ફીટ કરવા માગતી હતી ત્યારે પોતાને વિરોધ પક્ષોમાંથી ટીગાર્ડન ખાતે બે દિવસ બંધ માટે ટેકો મળ્યો હોવાનું જણાવ્યું હતું.

મમતા બેનર્જી દ્વારા આ પ્રકારની ઘટનાઓ ચલાવી નહી લેવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. લોકો સાથે શાંતિ સ્થાપવા અને સ્થિતિને સામાન્ય બનાવવા સરકાર કાર્યરત છે પરંતુ આ ઘટનાઓ માટે જવાબદારને બક્ષવામાં નહીં આવે તેમજ જેમણે બોમ્બ અને પથ્થરોના ઉપયોગ દ્વારા બંધ પડાવવાનો પ્રયત્ન એ આવા લોકોની નિષ્ફળતા જાહેર કરે છે તેવું એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગુરખાલેન્ડ જનમુકિત મોરચાના જનરલ સેક્રેટરી રોશનગીરી દ્વારા શનિવારે શું ઘટના ઘટી તે અંગેનો ચિતાર આપ્યો હતો કે જેના પગલે એક મહિનાના બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સરકારી ઓફિસો અને બેંકોને ત્રણ અઠવાડિયા માટે કામ કરવા દેવામાં નહીં આવે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્રાન્સપોર્ટ તથા ઈમરજન્સી સેવાઓ જેમ કે પાણી, ઈલેકટ્રીસીટી અને કોર્ટ ચાલુ રહેવા દેવાશે. તેમ જણાવવામાં આવ્યું હતું. જયારે નિર્ણય ભલે ન લેવાયો હોય પરતુ હેતુ નિશ્ર્ચિત છે. પ્રવાસીઓને મારવા દેવામાં નહીં આવે અને શકય તેટલું જનજીવન સામાન્ય બનાવવાનું સરકારી સુક્ષો દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.