Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા ટીમ મજબૂત છતાં ભારત તેને હરાવા સક્ષમ : રિચા ઘોષ

દક્ષિણ આફ્રિકા ખાતે રમાઈ રહેલો મહિલા ટી 20 વિશ્વ કપનો પ્રથમ સેમી ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે આજનો મેચ બંને ટીમ માટે ખૂબ ઉપયોગી અને નિર્ણાયક સાબિત થશે કારણકે જે ટીમ આ મેચમાં વિજય બનશે તેની સીધી જ એન્ટ્રી ફાઇનલમાં થશે. ટીમના વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત તો છે જ પરંતુ તેને પણ માતા આપવામાં ભારત સક્ષમ છે. ભારતીય ટીમ માનસિક રીતે વધુ મજબૂત બની છે અને તે દિશામાં જ ટીમ કામ પણ કરી રહી છે. રીટા ઘોષે જણાવ્યું હતું કે જે ટીમ માનસિક રીતે સ્વસ્થ હશે તે જ આ મેચ જીતી શકશે.

મહિલા ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આજે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર ભારતીય સમયાનુસાર સાંજે 6.30 વાગે શરૂ થશે. આ વર્લ્ડ કપમાં ભારત માટે આજે સૌથી મોટો પડકાર છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ ઓવરઓલ ટી20 અને વનડે વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 4 વખત હરાવ્યું છે. ભારત માત્ર એક જ વાર તેમની સામે જીતી શક્યું છે. ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયા 3માં અને ભારત 2માં જીત્યું.

વનડે વર્લ્ડ કપની નોકઆઉટ મેચોની વાત કરીએ તો બંને ટીમો સેમિફાઈનલમાં બે વખત અને ફાઈનલમાં એક વખત આમને સામને થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 1997ની સેમિફાઇનલ 19 રનથી અને 2005ની ફાઇનલ 98 રનથી જીતી હતી. પરંતુ, 2017ની સેમીફાઈનલમાં ભારતે તેને 36 રનથી માત આપી હતી. બંને ટીમો ગત કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ટકરાયા હતા. ત્યારે પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું હતું. તેવામાં એવું કહેવામાં કઈ ખોટું નહીં હોય કે, આજની મેચ જીતવી ભારત માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.