Abtak Media Google News

નખની સુંદરતા વધારવા માટે છોકરીઓ જાત-જાતના નુસ્ખાઓ અપનાવતી હોય છે. પરંતુ સાઉથ કોરિયાની પાર્ક એન્ગક્યુન્ગ નામની આર્ટિસ્ટ આજકાલ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળતા નખ માટે ઇન્સ્ટાગ્રામ પર ધુમ મચાવી રહી છે તે નેઇલ આર્ટ અને પિઅર્સિગ માટે જાણીતી છે. પણ આ વખતે તેણે રંગબેરંગી LED બલ્બ ધરાવતા નખથી સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. આર્ટિસ્ટનું કહેવું છે કે કામ બહુ અઘરુ હતું કેમ કે દરેક બલ્બને જોડતું વાયરીંગ સાથે રાખવું અઘરુ છે. નખ પર બલ્બ લગાવતા પહેલા નખની સાઇઝના બલ્બ તૈયાર કરાવ્યા હતા.

એ પછી નખની ઉપર આર્ટિફિશીયલ લાંબા નખ લગાવીને એમાં કાણું પાડીને બલ્બ ચોંટાડવામાં આવ્યા છે. નખની પાછળના ભાગમાં એ બલ્બને હોલ્ડ કરી રાખે એવો પેચ અને તેમાં ખૂબ જ ટચકુડી પણ પાવરફુલ બેટરી ફીટ કરવામાં આવે છે. સ્વિચ ચાલુ કરો એટલે નખ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગતા થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.