Abtak Media Google News

ડબલ્યુપીએલની સીઝનમાં બેંગ્લોરની સતત ચોથી હાર

મહિલા પ્રિમિયર લીગમાં સાતમાં દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સની ટક્કર. બંને ટીમો પહેલીવાર વુમન્સ પ્રીમિયર લીગમાં સામ-સામે ટકરાઈ હતી. મેચ પહેલા બંને ટીમની કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી અને યુપી વોરિયર્સને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આરસીબી વતી એલીસ પેરીએ સૌથી વધારે 52 રનની ઇનિંગ રમી હતી. ટીમની સુકાની સ્મૃતિ મંધાના ફરીવાર નિષ્ફળ રહી હતી તે માત્ર ચાર રન બનાવીને આઉટ થઇ હતી. સોફી ડિવાઇને 36 રન બનાવ્યા હતા.

યુપી વોરિયર્સ વતી સોફી એક્લેસ્ટને 3.3 ઓવરમાં 13 રન આપીને સૌથી વધારે ચાર વિકેટ ખેરવી હતી. જ્યારે દિપ્તી શર્માએ 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી. આઆરસીબીએ કંગાળ પ્રદર્શનનો અંદાજ આ વાતે લગાવી શકાય છે કે ટીમનો સ્કોર એક સમયે 6 વિકેટે 125 રન હતો પણ ત્યારબાદ ટીમ પત્તાના મહેલની જેમ 138 રનમાં જ સમેટાઇ હતી. 139 રનનો પીછો કરવા ઉતરેલી એલિસા હેલી અને દેવિકા વૈદ્ય વચ્ચે શાનદાર 139 રનની ભાગીદારીના સહારે યુપી વોરિયર્સે મહિલા પ્રીમિયર લીગની મેચમાં આરસીબીને 10 વિકેટે પરાજય આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા યુપી વોરિયર્સે 13 ઓવરમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 139 રન બનાવી જીત મેળવી હતી. યુપી વતી એલિસા હિલીએ 47 બોલમાં શાનદાર 96 રન ફટકાર્યા હતા. જેમાં 18 બાઉન્ડ્રી અને એક સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે દેવિકાએ 36 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. પ્રીમિયર લીગમાં બેંગ્લોરની સતત ચોથી હાર છે.

બેંગ્લોરની મેચ ફિલ્ડીંગ અને ડિસિપ્લિન વગરની બોલિંગ ના સહારે બેંગલોરના હાથમાંથી મેચ જતો રહ્યો હતો સામે બેટ્સમેનો એ પણ ઘણી ભૂલો કરી હતી 10 ઓગસ્ટ સુધી 9 રનની રનરેટે રમતી ક્લોઝ ની ટીમ જંગી લક્ષ્યાંકવામાં પણ નિષ્ફળ નિવૃતિ એક સમય લાગતું હતું કે જે રીતે પહેરી પોતાના આક્રમક અંદાજથી બેટિંગ કરતી હતી તો ટીમ 200 રનનું લક્ષ્યાંક અથવા તો તેને નજીક પહોંચી શકશે પરંતુ યુપી વોરિયર્સની ફીરકીય બેંગ્લોરને 138 રનમાં જ સીમિત રાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.