Abtak Media Google News

ફ્રોડ એપ્લિકેશનમાં રોકાણ કરાવી ઉચા વ્યાજદરના નામે ખેડૂતની મરણ મૂડી ચાઉ કરી ગયો’તો

અમરેલીના ગોરખવાળા ગામના ખેડૂતને ઓનલાઈન રૂ.15.58 લાખની છેતરપિંડી કર્યાના ગુનામાં અમરેલી સાયબર ક્રાઈમ દ્વારા ઠગને દબોચી લીધો હતો. ફ્રોડ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી ઉચા વ્યાજદર આપવાની લાલચે ઠગાઇ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામના ઘનશ્યામભાઇ અરજણભાઇ કથીરીયા સાથે બની હતી. જેમની સાથે તેમના જ ગામના અને હાલમા સુરતમા રહેતા મહેશ વલ્લભભાઇ વોરા નામના શખ્સે રૂ.15.58 લાખની છેતરપીંડી આચરી હતી. આ અંગે તેમણે અમરેલીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ આરોપી મહેશએ ઘનશ્યામભાઇને એફવીપી ટ્રેડ નામની ફ્રોડ એપ્લિકેશનમા દરરોજ બે થી ત્રણ ટકા જેટલુ ઉંચુ વ્યાજ અપાવવાની લાલચ આપી હતી અને તેમની પાસે કટકે કટકે રૂ.15.58 લાખનુ રોકાણ કરાવડાવી છેતરપીંડી આચરી હતી. જેમાં પોલીસે ઠગ મહેશ વોરાની સુરત મુકામેથી ધરપકડ કરવામા આવી હતી.

આ ફ્રોડ એપ્લિકેશન ઉંચા વ્યાજની લાલચ ઉપરાંત પોતાના હાથ નીચે વધુને વધુ સભ્યો બનાવડાવી તેમની પાસે રોકાણ કરાવડાવી વધુ કમીશન આપવાની લાલચ આપતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.