Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છ વિવિદ્યલક્ષી સહકારી મંડળીમાંથી 14 કીલો વાસી શ્રીખંડ અને આઈસક્રીમનો જથ્થો મળી આવ્યો

ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર આશીષકુમાર, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા આરોગ્ય શાખની ટીમ સાથે યોગી ઇન્ડ. એરિયા અને  જામનગર રોડ પર  ફ્લોની વખારોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 5 પેઢીને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

ચેકીંગ દરમિયાન ગોલ્ડ કેળાં કોલ્ડ સ્ટોરેજ,એચ.એસ. ફ્રૂટ સેન્ટર, સુલેમાન હાજી એન્ડ સન્સ,ગોલ્ડ કેળાં કોલ્ડ (રૈયા ધાર રોડ) અનેજે.બી. વોટરને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છ વિવિધ લક્ષી સહકારી મંડળીમાં ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલો એક્સપાયરી થયેલો 14 કિ.ગ્રા. શિખંડ અને 2 કિ.ગ્રા. આઈસક્રીમ મળી કુલ 16 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો

ભાવનગર રોડ પર દ્વારકાધીશ એજન્સીમાં  ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલ, એક્સપાયરી થયેલ બેકરી આઇટમ, મુખવાસ, તથા સોસ મળી આવતા કુલ 5 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ, હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

શાસ્ત્રી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 15 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાય હતી.

ક્રિષ્નાભાઈ ગરમા ગરમ ધૂધરા, જયંતીભાઈ ઘૂઘરાવાળા,જય ચામુંડા પાન સેન્ટર,બજરંગ ટી સ્ટોલ,દિલ્લી સ્પેશીયલ છોલે ભટુરે ,મિલન સોડા  સરબત લચ્છી, લલિતભાઈ ચાટ ભંડાર,માની મદ્રાસ કાફે,અનમોલ દાળ પકવાન,ભૂરાભાઈ દાળ પકવાન,શ્રી રામદેવ ભેળ સેન્ટર,દિલ્લીવાલે સીતારામ કે સ્પેશીયલ છોલે ભટુરે,ફેમસ વડાપાઉં , જામનગરી સ્પે. ભાજીકોન, જય શંકર દાળ પકવાનનેલાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.